માતા પિતા માટે આંખ ઉઘાનારો કિસ્સો: રમતા રમતા બે વર્ષનું બાળક એસિડ ગટગટાવી ગયું, હાલત ગંભીર

સુરતમાં વાલીઓની બેદરકારીના કિસ્સાઓ સતત સાથે સામે આવી રહ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ સીતાનગર સોસાયટીમાં બન્યો છે, ઘરમાં રમી રહેલ બે વર્ષનો બાળક રમતા રમતા એસિડથી ગડગડાવી લેતા ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

માતા પિતા માટે આંખ ઉઘાનારો કિસ્સો: રમતા રમતા બે વર્ષનું બાળક એસિડ ગટગટાવી ગયું, હાલત ગંભીર

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ફરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા 2 વર્ષનો બાળકએ રમતા રમતા એસિડ ગડગડાવી લીધું છે. બાળક ઘરમાં રમી રહ્યો હતો દરમિયાન એસિડની બોટલ નીચે હોવાથી બાળક એસિડની બોટલ હાથમાં લઈ રમતા રમતા ગત ગડગડાવી જતા બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના NICU દાખલ કરવામાં આવ્યો છે.

સુરતમાં વાલીઓની બેદરકારીના કિસ્સાઓ સતત સાથે સામે આવી રહ્યા છે. વધુ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ સીતાનગર સોસાયટીમાં બન્યો છે ઘરમાં રમી રહેલ બે વર્ષનો બાળક રમતા રમતા એસિડથી ગડગડાવી લેતા ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો દરમિયાન એસિડથી ભરેલી બોટલ દેખાઈ આવતા બાળક હાથમાં લઈ ગડગડાવી આવી ગયો હતો. ઘટનાને લઈ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે નવી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બાળકની હાલત ગંભીર હોવાથી તેને NICU માં દાખલ કરવામાં આવ્યો છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ મિલમાં નોકરી કરતો પિન્ટુ વિશ્વકર્મા પરિવાર સાથે રહે છે પીન્ટુનો બે વર્ષનો બાળક વિવેક ઘરમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન રમતા રમતા બાળકના હાથમાં એસિડથી ભરેલ બોટલ આવી જતા ગટગટાવી ગયો હતો ઘટનાને લઇ પરિવારના લોકો ચોંકી ગયા હતા.

તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા હાલ બાળકને નવી સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે વાલીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક ઘટના કહી શકાય છે, ક્યાંક વાલીની પણ અહીં બેદરકારી સામે આવી રહી છે. ઘરમાં નાના બાળકો હોય તો આ રીતના એસિડથી ભરેલ બોટલ નીચે મૂકી દેતા બાળક ગટગટાવી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news