દ્રારકા નગરીથી મહિલાને બોલાવી ગઢડામાં ચાલતું હતું સેક્સ રેકેટ, 3 ની ધરપકડ

આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી વધારે માહિતી અનુસાર ગઢડા પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મોડી રાત્રે હરીપર રોડ કોઠી વાડી પાસે પહોંચ્યા હતા. બાતમીના આધારે ગઢડા સામાકાંઠે રહેતા ભીખા વજુભાઇ રામાવતની વાડીના મકાનમાં મહીલા રાખી બહારથી ગ્રાહક બોલાવી અને મહીલા સાથે શરીર સંબંધ બંધાવી જેના એક ગ્રાહક દીઠ રૂપીયા ૧૫૦૦ / - લઇ ધંધો ચલાવે છે. 

દ્રારકા નગરીથી મહિલાને બોલાવી ગઢડામાં ચાલતું હતું સેક્સ રેકેટ, 3 ની ધરપકડ

રઘુવીર મકવાણા, બોટાદ: કળિયુગમાં પૈસા કમાવવા લોકો ગમેતે ધંધા કરતા હોય છે ત્યારે દેહના વેપાર કરી લોકો પૈસા કમાતા હોય છે એવોજ એક કિસ્સો ગઢડામા પ્રકાશમાં આવ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડાના હરિપર ગામ જવાના રસ્તા પર આવેલ વાડીમાથી દેહ વેપાર કરતી મહિલા સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગઢડાનો ભીખુભાઈ રામાવત નામનો શખ્સ બહારથી રૂપલલાઓ બોલાવી દેહવેપારનો ધંધો ચલાવતો હતો.

ગઢડા(સ્વામીના) ખાતે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન વાડી વિસ્તારમાં બહારથી રૂપલલના બોલાવી દેહનો વ્યાપાર ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા એક મહિલા સહિત સેક્સ રેકેટ ચલાવનાર વ્યક્તિને પકડી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી વધારે માહિતી અનુસાર ગઢડા પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મોડી રાત્રે હરીપર રોડ કોઠી વાડી પાસે પહોંચ્યા હતા. બાતમીના આધારે ગઢડા સામાકાંઠે રહેતા ભીખા વજુભાઇ રામાવતની વાડીના મકાનમાં મહીલા રાખી બહારથી ગ્રાહક બોલાવી અને મહીલા સાથે શરીર સંબંધ બંધાવી જેના એક ગ્રાહક દીઠ રૂપીયા ૧૫૦૦ / - લઇ ધંધો ચલાવે છે. 

પોલીસે બાતમીના આધારે મકાનના દરવાજોને ધક્કો મારીને ખોલ્યો તો ત્યાં એક સ્ત્રી અને પુરૂષ કઢંતી હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જલ્પા ઉમેદસિંહ શીવુભા જાડેજા ઉ.વ.૨૧ રહે.આસીયાવદર તા.કલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકાની હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાને જણાવ્યું હતું કે મને બોલાવનાર ભીખુભાઇ વજુભાઇ રામાવત રહે.ગઢડા વાળા મારી પાસે ગ્રાહકો મોકલે છે. જે ગ્રાહક સાથે શરીર સંબંધ બાધવાના રૂપીયા ૧૫૦૦ / - લઇ તેમાથી મને રૂ . ૧૦૦૦ / - આપે છે અને બાકીના તેઓ લઇ લે છે અને મને મોટી લાલચ આપી વધારે કમાણીની લાલચ આપી દેહવ્યપારનો ધંધો કરાવે છે. 

જ્યારે રૂમમાં હાજર પુરૂષની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ઉમેશભાઇ હંસરાજભાઇ સાબળીયા - ઉ.વ ૨૧ રહે હાલ ગઢડા કોર્ટની પાછળ તા ગઢડા જી બોટાદ મુળ ગામ સનાળાનો રહેવાસી છે.  આ દરમિયાન લાલભાઇ ભરવાડ હાજર નહી મળી આવતા ત્રણેય ઇસમોએ ધી મોરલ ટ્રાફીક પ્રીવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫ , મુજબ ગુન્હો કરેલ હોય તેઓને વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news