બનાસડેરીના ચેરમેન તરીકે શંકરભાઇ ચૌધરી બિનહરીફ ચૂંટાયા
આજે બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બનાસડેરી સભાખંડમાં યોજાઈ હતી. જોકે ભારે ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે બનાસડેરી ચેરમેન પદે શંકર ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ વરણી કરી હતી.
Trending Photos
પાલનપુર: આજે બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બનાસડેરી સભાખંડમાં યોજાઈ હતી. જોકે ભારે ઉત્તેજના ભર્યા માહોલ વચ્ચે બનાસડેરી ચેરમેન પદે શંકર ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે માવજીભાઈ દેસાઈની બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ વરણી કરી હતી.
એશિયાની નંબરવન ગણાતી બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના અઢીવર્ષ માટેની ટર્મ પુર્ણ થતા આજે બાકીના અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં બનાસડેરીના 14 ચૂંટાયેલા ડિરેક્ટરો અને પાંચ સરકારી પ્રતિનિધિઓ દ્રારા ચેરમેન અને વાઇસ ચેરમેન ચુંટેલ જેમા બીજી ટર્મ માટે ફરી ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે માવજી દેસાઈની પુનઃ વરણી કરાઈ હતી. આ બાબતે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વાનુમતે એક જ ફોર્મ રજુ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતાં.
પૂર્વ આરોગ્યમંત્રી તરીકે રહી ચૂકેલા શંકર ચૌધરી પર સહકારી માળખાની સૌથીથી મોટી બનાસડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ પુનઃ ચેરમેન શંકર ચૌધરી પર વિશ્વાસ જાળવી રાખ્યો છે અને સર્વાનુમતે ચેરમેન શંકર ચૌધરીની બીજી ટર્મના અઢી વર્ષ માટે વરણી કરાઈ છે. હાલ બનાસકાંઠામાં આવનારી લોકસભાની સીટ માટે ડેરીનું ચેરમેન પદ મહત્વ નું ગણાય છે. જોકે ફરી બિનહરીફ એટલે કે સર્વાનુમતે ચૂંટી લાવવા બદલ ચેરમે એ બોર્ડ ઓફ ડિરેક્ટરો અને પશુપાલકો નો આભાર વ્યકત કર્યો હતો.
બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયા ની નંબર વન ડેરી છે. અને આ ડેરી વર્ષે 8720 કરોડ નું ટન ઓવર ધરાવે છે. આ ડેરીની ચૂંટણીમાં ચેરમેનને લઇને અનેક અટકળો ચાલી રહી હતી. જેમાં કેટલાંક ડિરેક્ટરો નારાજ હતાં જેમને મનાવવા રાજયમંત્રી પરબત પટેલ અને કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પણ મથામણ કરી હતી. આ ચૂંટણી શંકર ચૌધરી માટે રાજકીય અસ્તિત્વના સવાલ સાથે લોકસભાની ચૂંટણી પર પરિણામની અસર ન પડે તે માટે રાજનેતાઓ પણ સર્વાનુમતે ચૂંટણી માટેનાં પ્રયાસો હાથ ધર્યા હતાં અને આજે આખરે ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાઈ આવતાં સમર્થકો એ વધાવી લીધા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે