આખરે ગુજરાતને મળ્યા કાયમી DGP, શિવાનંદ ઝાએ સંભાળ્યો પોલીસ વડાનો ચાર્જ
- શિવાનંદ ઝા બન્યા રાજ્યના આગામી DGP
- 1983 બેંચના IPS ઓફિસર છે શિવાનંદ ઝા
- રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યના 37માં પોલીસ વડા તરીકે 1983ની બેંચના આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાની નિમણુંક કરવામાં આવી છે. તેઓ કાર્યકારી ડીજીપી પ્રમોદ કુમારનું સ્થાન લેશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરીને શિવાનંદ ઝાના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. શિવાનંદ હાલ આઈબીના ડીજી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ હવે બે વર્ષથી વધુના સમય માટે રાજ્યના ડીજીપી રહેશે. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝા ચાર્જ સંભાળશે તેમને હું શુભેચ્છા પાઠવું છું.
રાજ્ય સરકારે બે વર્ષ બાદ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણુંક કરી છે. આ પહેલા સરકાર દ્વારા કાર્યકારી ડીજીપીની નિમણુંક કરવામાં આવતી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણુંક કરવા માટે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લે એપ્રિલ 2016માં કાયમી ડીજીપી પી સી ઠાકુર હતા પરંતુ તેમની અચાનક કેન્દ્રમાં બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના પોલીસ વડાની કમાન કાર્યકારી ડીજીપી સંભાળતા આવ્યા છે.
કોણ છે શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ અધિકારીઓમાં શિવાનંદ ઝા સૌથી સિનિયર ઓફિસર છે. તેઓ 1983 બેંચના આઈપીએસ અધિકારી છે. તેઓ અત્યારે આઈબીના વડા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે