Mamata Banerjee પર હુમલો થયો કે પછી અકસ્માત? ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કેવી રીતે થયા ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)  નંદીગ્રામ (Nandigram) ના બિરુલિયા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા. મમતા બેનર્જીના ડાબા પગમાં વાગ્યું છે અને  તેમને કોલકાતાના SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Mamata Banerjee પર હુમલો થયો કે પછી અકસ્માત? ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કેવી રીતે થયા ઈજાગ્રસ્ત

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)  નંદીગ્રામ (Nandigram) ના બિરુલિયા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા. મમતા બેનર્જીના ડાબા પગમાં વાગ્યું છે અને  તેમને કોલકાતાના SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મમતા બેનર્જીએ પોતાના પર હુમલો થયો હોવાનું જણાવ્યું છે અને આરોપ લગાવ્યો કે ષડયંત્ર હેઠળ તેમને ઈજા પહોંચાડવામાં આવી. 

કોઈએ ધક્કો માર્યો નથી-પ્રત્યક્ષદર્શી
દુર્ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર એક વિદ્યાર્થી સુમન મૈતીએ જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા તો તેમને જોવા માટે ભીડ ભેગી થઈ ગઈ હતી અને લોકોએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન  તેમને ગળા અને પગ પર ઈજા થઈ. કોઈએ તેમને ધક્કો માર્યો નથી. તેમની કાર ધીમે ધીમે ચાલી રહી હતી. 

Eyewitness Suman Maity: "When CM came here,public gathered around her,at the time she got hurt in her neck& leg, not pushed,car was moving slowly" pic.twitter.com/Xoe0Nct87p

— ANI (@ANI) March 10, 2021

કેવી રીતે બંધ થયો કારનો દરવાજો?
નંદીગ્રામના બિરુલિયામાં અકસ્માત સમયે હાજર એક અન્ય પ્રત્યક્ષદર્શી ચિત્તરંજન દાસે જણાવ્યું કે હું ત્યાં હાજર હતો. તેઓ (મમતા બેનર્જી) પોતાની કારમાં બેઠા હહતા. પરંતુ દરવાજો ખુલ્લો હતો. દરવાજો એક પોસ્ટર સાથે ટકરાયા બાદ બંધ થઈ ગયો. કોઈએ ધક્કો નથી માર્યો. તે સમયે દરવાજા પાસે કોઈ નહતું. 

— ANI (@ANI) March 10, 2021

મમતા બેનર્જીનો આરોપ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે જ્યારે તેઓ પોતાની કારની પાસે ઊભા હતા ત્યારે 4-5 લોકોએ તેમને ધક્કો માર્યો અને તેમના પગમાં ઈજા થઈ. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના સમયે ત્યાં કોઈ સ્થાનિક પોલીસ હાજર રહી નહતી. આ તેમના વિરુદ્ધ ષડયંત્ર છે. કોઈએ જાણી જોઈને તેમનો પગ કચડ્યો. 

મમતાની સારવારમાં ખડે પગે ડોક્ટરની  ટીમ
અત્રે જણાવવાનું કે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ગ્રીન કોરિડોર બનાવીને કોલકાતા લઈ જવાયા. ત્યાં તેમને SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ તેમની હાલાત સ્થિર છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મમતા બેનર્જીની સારવાર માટે  પાંચ ડોક્ટરોની એક ટીમ  બનાવવામાં આવી છે. આ ટીમમાં એક હ્રદય વિશેષજ્ઞ, એક ઈન્ડોક્રાયનોલિજિસ્ટ, જનરલ સર્જરીના ડોક્ટર, એક હાડકા નિષ્ણાંત અને એક મેડિસિન ડોક્ટર છે. 

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણી પરિણામ 2 મેના રોજ થશે. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news