ગુજરાતમાં ઝડપાયેલા ISના 4 આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, ATSએ આપી માહિતી
ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસના ચાર આતંકીઓની ધરપકડ ગુજરાત એટીએસએ કરી હતી. આ આતંકીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડના પહેલા દિવસ આતંકીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા ઝડપવામાં આવેલા ISના ચાર આતંકીઓ રિમાન્ડ પર છે. ત્યારે પકડાયેલા ચાર આતંકીઓ જેમાં નુસરથ ગની, નફરાન નૈફેર, ફારીસ ફારૂક અને રસદીન રહીમની પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેમાં ચાર પૈકી બે આતંકીઓ 7 થી 8 વાર ભારત આવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે. જેમાં એક આતંકી ટેકસ્ટાઈલના વ્યવસાય માટે આવ્યો તો બીજો આતંકી ગોલ્ડના વ્યવસાય અને સ્મગલિંગ માટે આવ્યો હતો.
શ્રીલંકામાં લીધી હતી ટ્રેનિંગ
આ ચારેય આતંકીઓની શ્રીલંકામાં ફેબ્રુઆરી માસથી ટ્રેનિંગ ચાલું હતી. ચાર માસ સુધી ટ્રેનિંગ લીધા બાદ હુમલો કરવા ભારત મોકલવામાં આવ્યા હતા. હુમલો કરવોએ ટ્રેનિંગનો છેલ્લો ભાગ હતો. ગુજરાત એટીએસએ ચારેય આતંકીઓની ધરપકડ બાદ શ્રીલંકામાં તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ચારેય આતંકીઓ પોતાના પરિવારને ભારત માં ધંધા માટે જઈ રહ્યાં હોવાનું કરી નિકળ્યા હતા. આ આતંકીઓ પાસેથી બે ફોન કબજે કરવામાં આવ્યા છે.
શ્રીલંકા એમ્બેસીને પણ જાણ કરાઈ
ગુજરાત ATSએ આતંકીઓની ધરપકડ બાદ ઇન્ટરપોલ માફતરે શ્રીલંકા એમ્બસીને જાણ કરવા માં આવી હતી. ત્યારે Atsની તપાસમાં શ્રીલંકાની પોલીસની પણ મદદ માંગી છે. એટીએસને આરોપીઓ ન મોબાઇલમાંથી શપથ લેતો વીડિયો અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો આ શપથના વીડિઓમાં અરબી અને તમિલ ભાષામાં છે. જેમાં ISને સમર્થન કરી રહ્યાં છે અને આ આતંકી મુમેન્ટમાં જેહાદ અને શહાદત કરવાનું જણાવી રહ્યાં છે. આ જે વીડિયઓ છે તેમાં જ યહૂદી ખ્રિસ્તી બીજેપી અને RSSના લોકો ને ટાર્ગેટ કરવાનું જણાવી રહ્યાં છે.
ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યા મુજબ નાના ચિલોડા ખાતેથી હથિયારનું જે પાર્સલ કબ્જે કરવામાં આવ્યું છે તે અંદાજે અંદાજે 3 થી 4 દિવસ પહેલા જ મૂકવામાં આવ્યું હોઈ શકે છે. ત્યારે હથિયારનું પાર્સલ કોણ મૂકી ગયું તેને લઇને નાના ચિલોડા આસપાસના સીસીટીવી તપાસવા એટીએસ લાગી ગઈ છે. સાથે જે એટીએસના અધિકારીનું માનવું છે કે આ હથિયારનું પાર્સલ પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારત પાકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં મુકવામાં આવ્યું હોઈ શકે છે. ત્યાર બાદ અમદાવાદમાં રોડ માર્ગેથી નાના ચિલોડા સુધી કોઈ મૂકી ગયું હોય શકે છે. જે ને લઇ ને ગુજરાત એટીએસ એ તપાસ શરુ કરી છે.
ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસ તપાસ શરુ કઈ છે NIA સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ચૂકી છે. તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચી છે. અન્ય રાજ્યની પોલીસ પણ તપાસ કરશે. ચારેય આતંકી પાસેથી જે બે મોબાઈલ મળી આવ્યા છે તેમાં અબુ પાકિસ્તાની સાથે વાત કરવા માટે બે માધ્યમનો ઉપયોગ થતો હતો. જેમાં એક ફોનમાં પ્રોટોન મેલથી મેસેજ દ્વારા વાત થતી હતી અને બીજા ફોનેમાં સિગ્નલ એપ્લિકેશન છે. જેનાથી કોલ મારફતે વાત આતંકીઓ અબુ પાકિસ્તાની સાથે વાત કરતા અને ઓર્ડર મેળવતા હતા. ત્યારે પ્રોટોન મેલમાંથી ચેટ હિસ્ટ્રી મેળવી થોડી મુશ્કેલ છે. જેને પગલે Atsએ phoneમાંથી હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યા છે.
એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટો પણ મળી આવ્યા જે ટાર્ગેટના હોવાની સંભાવના છે. કબ્જે કરેલ બે મોબાઇલ ફોનથી ચેન્નઈ એરપોર્ટના વાયફાય ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસએ ચેન્નાઇ એરપોર્ટ વાયફાય ડેટા અને અમદાવાદ એરપોર્ટ વાય ફાયડેટા મંગાવ્યા છે. ત્યારે ફારીસ ફારૂક કોલંબોમાં ડ્રગ્સ કેસમાં પકડાય ચુક્યો છે. નુસરથ ગની ગોલ્ડ સ્મગલર છે અને રસદીન રહીમ પર કોલંબોમાં મારા મારીના 5 ગુના નોંધાઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે