ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટ
Diu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
Trending Photos
Gujarat Tourism : ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. ત્યારે ગુજરાતના સૌથી વધુફેમસ એવા દીવના બીચ પર પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો છે. તહેવારોને કારણે દીવના બીચ પર લાગેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. ત્યારે બીચની સાથે દીવના હોટલ વ્યવસાયને પણ ફરીથી વેગ મળશે.
સહેલાણીઓ માટે GOOD NEWS#gujarat #diudaman #beach #zeecard #zee24kalak pic.twitter.com/ONQyJBn1Ix
— Zee 24 Kalak (@Zee24Kalak) August 23, 2024
કેમ મૂકાયો હતો પ્રતિબંધ
દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા આ નિર્ણય લેવાયો હતો. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. દીવના બીચ પર પહેલી જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દીવના નાગવા અને ઘોઘલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે. જેથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે દરિયા કિનારે સુરક્ષા કર્મીઓને તહેનાત કરવામાં આવ્યાં છે. ચોમાસામાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાતો હોય છે, જેના કારણે ડુબી જવાની ઘટના અને જાનહાની થવાની શકયતા હોય છે. આ જાનહાની કે, કોઇ દુર્ઘટના બને તે માટે દીવ પ્રશાસને આ નિર્ણય લીધો હતો. સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચના આસપાસના વિસ્તારોમાં ફરવા જઈ શકશે તેવી સૂચના પણ અપાઈ હતી.
- હવે ફરી માણી શકાશે દીવના બીચની મજા
- સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બીચો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મુકાયા
- લાંબા સમયથી બીચ પર જવા માટે હતો પ્રતિબંધ
- તહેવારો સમયે બીચો બંધ હોવાના કારણે દીવ હતું ખાલીખમ
- હોટેલ સંચાલકો અને ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ
પ્રતિબંધ હવે હટી ગયો છે
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બીચ હવે આજથી ખુલ્લા મૂકાયા છે. લાંબા સમયથી સહેલાણીઓને બીચ પર જવા પ્રતિબંધ હતો. ગઈકાલે સાંજે 6 કલાકે પ્રતિબંધ હટાવી લેવાયો છે. તહેવારો સમયે બીચો બંધ હોવાના કારણે દીવ ખાલીખમ બન્યું હતું. ત્યારે હવે બીચ ઓપન કરવાનું નોટિફિકેશન આવતા હોટેલ સંચાલકો અને ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી છે. દીવનો પ્રવાસન ઉદ્યોગ ફરીથી ધમધમતો થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે