આજના હવામાનના લેટેસ્ટ અપડેટ : 2 જિલ્લાઓને રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં આવશે અતિભારે વરસાદ

Paresh Goswami Monsoon Prediction : રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી... સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે અતિભારે વરસાદ... ગઈકાલે 140 તાલુકાઓમાં વરસ્યો વરસાદ... 

આજના હવામાનના લેટેસ્ટ અપડેટ : 2 જિલ્લાઓને રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં આવશે અતિભારે વરસાદ

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 140 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ ( IMD, India Meteorological Department) ની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે. તો ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. પોરબંદર અને દ્વારકામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, દમણ દાદરાનગરમાં રેટ અલર્ટ અપાયું છે. ભરૂચ અને વડોદરામાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. 

રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

આજે ક્યાં ક્યાં આગાહી

  • હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.  
  • નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,તાપી,નવસારી,અમરેલી ,ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ 
  • બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યેલો અલર્ટ 
  • દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની યેલો અલર્ટ 
  • અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ 
  • અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.

હવામાન વિભાગની આગાહી
આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news