મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના

પાલનપુરથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાલપુરના સલ્લા ગામમાં એક મહિલાને સાપ કરડ્યો હતો. પરંતુ મહિના પરિવારજનોએ સાપને મારીને તેને હોસ્પિટલમાં મહિલા સાથે લઈને પહોંચ્યા હતા.

Updated By: Jul 10, 2019, 02:39 PM IST
મહિલાની સારવાર માટે કોથળામાં લાવેલી વસ્તુ જોઈને ચોંકી ગયા ડોક્ટર્સ, પાલનપુરની ઘટના

અલ્કેશ રાવ/પાલનપુર :પાલનપુરથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાલપુરના સલ્લા ગામમાં એક મહિલાને સાપ કરડ્યો હતો. પરંતુ મહિના પરિવારજનોએ સાપને મારીને તેને હોસ્પિટલમાં મહિલા સાથે લઈને પહોંચ્યા હતા.

Breaking : હવેથી મોલ-મલ્ટિપ્લેક્સમાં નહિ આપવો પડે પાર્કિંગ ચાર્જ, HCનો મહત્વનો નિર્ણય

પાલનપુરના સલ્લા ગામે રહેતી એક મહિલા લિંબુડી વીણવા ગઈ હતી. ત્યારે તેને અચાનક સાપ કરડી ગયો હતો. ત્યારે તેના પરિવારજનો મહિલાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. પરંતુ તેઓ મહિલાની સાથે રહેલો થેલો તેમણે ડોક્ટરને બતાવતા ત્યાં હાજર તમામ ડોક્ટર અવાક રહી ગયા હતા. કારણ કે, થેલીમાં મૃત સાપ લાવ્યા હતા.

પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી, ભૂવાના ડામથી ડિપ્રેશનમાં સરેલી પત્નીએ કરી આત્મહત્યા

બન્યું એમ હતું કે, મહિલાને સાપ કરડતા સ્થાનિક લોકોએ સાપને લાકડીઓથી માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ મહિલાના પરિવારજનો દ્વારા મૃત સાપને થેલીમાં ભરી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં વોડમાં લાવવામાં આવ્યો હતો. તબીબો આ થેલી જોતા જ રહી ગયા હતા.

Pics : ખેતી માટે પાણીની માંગણી કરવા બોટાદના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ

કોઈપણ રોગના ઈલાજ માટે આજે વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે તેમ છતાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે જે આપણાં દેશમાં હજુ કેટલી અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે દર્શાવે છે. આજે પણ દેશના અનેક ગામડાઓમાં સાપ કરડે તો ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જવામાં આવે છે. તો કેટલાક લોકો મદારી પાસે પહોંચે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :