ગુજરાતનો ચર્ચિત Video: ચૂંટણીમાં જમાઈની જીત થતા સાસુ ખભે બેસાડી નાચ્યા, સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર...

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર... આ કહેવતને અનુરૂપ સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયો ખુબ ચર્ચામાં છે. હજુ હમણાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ પરિણામ આવ્યા છે.

 ગુજરાતનો ચર્ચિત Video: ચૂંટણીમાં જમાઈની જીત થતા સાસુ ખભે બેસાડી નાચ્યા, સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર...

ઝી ન્યૂઝ/બ્યુરો: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ કેટલીક નવાઈ પમાડે તેવી ઘટનાઓ રાજ્યમાં બની રહી છે. ત્યારે અચરજ પમાડનાર કિસ્સો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આમ તો અનેક વીડિયો વીડિયો વાયરલ થાય છે. પરંતુ અમુક વીડિયો પર વિશ્વાસ કરવો એટલો સહેલો બનતો નથી. પરંતુ ઘણી વખત અમુક વીડિયો એવા સામે આવે છે જે જોવામાં ખૂબ જ મજેદાર હોય છે, હાલ સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને ફની છે. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સાસુ સધ્ધર તો જમાઈ અધ્ધર... આ કહેવતને અનુરૂપ સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયો ખુબ ચર્ચામાં છે. હજુ હમણાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ પરિણામ આવ્યા છે. ત્યારે આ વીડિયો વિજયોત્સવનો છે. જેમાં એક સાસુ પોતાના જમાઈને ખભા પર બેસી નાચ્યા હતા. સાસુ જમાઈને લઈને ખાલી નાચ્યા જ નહોતા, આખા ગામમાં વિજય સરઘસ કાઢ્યું હતું. પરંતુ આ વીડિયો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી. એટલે કે આ વીડિયો કયા ગામનો છે, સાસુ જમાઈના નામ શું છે? કઈ ગ્રામ પંચાયતમાં જમાઈની જીત થઈ છે. આ તમામ સવાલોનો જવાબ હજુ શોધવાના બાકી છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી જીતતા અનેક જગ્યાએ અનોખા દ્રશ્યો સર્જાયા હતાં, જયારે એક ગામમાં સાસુએ જમાઈની જીત થતાં ખભે બેસાડી આનંદ વ્યક્ત કર્યો હતો! #GramPanchayatElection #Election #ViralVideo #ZEE24Kalak pic.twitter.com/GR7xxBdt7Y

— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2021

ગ્રામ પંચાયતની ચૂંટણીના રસપ્રદ કિસ્સાઓ...
દાહોદના સાહડા ગામે મતકુટીરના ટેબલ પર સિક્કા માર્યા
દાહોદના સાહડા ગામે મતદારો દ્વારા બેલેટ પેપરની જગ્યાએ મતકુટીરના ટેબલ પર સિક્કા મારી કોરા બેલેટ પેપર પેટીમાં નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેનો ખુલાસો મંગળવારે યોજાયેલી મતગણતરી દરમિયાન થયો છે.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે 19 ડિસેમ્બર 2021 ના રવિવારે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા સાહડા ગામની શાળામાં યોજાઈ હતી. તે દરમિયાન મતદારો દ્વારા બેલેટ પેપર ઉપરના ટેબલ ચિન્હ પર સિક્કા મારવાની જગ્યાએ મતકુટીરના ટેબલ ઉપર સિક્કા મારી કોરા બેલેટ પેપર મતપેટીમાં નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી. જો કે, સાહડા ગામે 2655 મતદારોમાંથી 2142 મતદારોએ મતદાન કર્યું હતું. જે દરમિયાન બુથ નબંર ત્રણના ટેબલ ઉપર 165 જેટલા સિક્કા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પતિ હારી જતાં પત્નીને આવી ગયા ચક્કર 
નર્મદાના મચિત્રાવાડી ગ્રામ પંચાયત પદના ઉમેદવાર વાસુદેવ વસાવાની હાર થતાં પત્નીની તબિયત લથડી હતી. તેઓ મતદાન કેન્દ્રની બહાર જ અચાનક ચક્કર ખાઈને ઢળી પડતા થોડો સમય અફરાતફરી મચી હતી અને સ્થાનિક ટેકેદારો દ્વારા ઉમદવારના પત્નીને તાત્કાલિક અસરથી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા માત્ર 10 મતથી હારી ગયા હતા. 

મતગણતરી ચાલતી હતી, અચાનક નીકળ્યો કાળો સાપ પછી તો....
ભરૂચના ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્ર પર સાપ નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી. આથી લગભગ પાંચેક મિનિટ સુધી મતગણતરી બંધ રાખવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્રમાં સાપ નીકળતા અફડાતફડીનો માહોલ પણ સર્જાયો હતો. જેના કારણે મત ગણતરી પ્રક્રિયા 5 મિનિટ થોભાંવી પડી હતી. ત્યારબાદ સાપને પકડી સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો હતો.

દેરાણી અને જેઠાણીને પછાડી ભત્રીજા વહુ વિજેતા
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે નારણકા ગામે દેરાણી અને જેઠાણીને પછાડી ભત્રીજા વહુ વિજેતા થતાં સમગ્ર પંથકમાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, નારણકા ગામે સરપંચ તરીકે ભાણીબેન ગોવિંદભાઇ બોખાણી 175 મતે વિજેતા થયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news