અન્ય રાજ્યોની બનાવટી ડીગ્રીઓ આપતા 2 શખ્સોને SOG ઝડપ્યા, 40 જેટલા દસ્તાવજો અને સર્ટિફિકેટ કબ્જે

અમદાવાદમાં 2 અલગ અલગ ઓફિસ રાખીને નર્સિંગની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ વેંચતા બદલામાં 5 લાખ સુધી લોકો પાસે થી મેળવી લેતા હતા. જોકે આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે એક યુવતીએ SOG ક્રાઈમને અરજી આપી. 

અન્ય રાજ્યોની બનાવટી ડીગ્રીઓ આપતા 2 શખ્સોને SOG ઝડપ્યા, 40 જેટલા દસ્તાવજો અને સર્ટિફિકેટ કબ્જે

મૌલિક ધામેચા/અમદાવાદ: SOG ક્રાઇમે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની આડમાં ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનું દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો અને 2 આરોપીઓને પકડી 40 ફરજી માર્કશીટ અને સર્ટિફિકેટ પણ કબજે કર્યા છે.મહત્વનું છે કે આરોપીઓ બેંગલોરની યુનિવર્સિટીના નામે આ કૌભાંડ આચરતા હતા.

પોલીસે ધરપકડ કરેલ આરોપીઓના નામ રાકેશ પટેલ અને મૌલિક રામી છે. જે બન્ને આરોપીઓને અમદાવાદ SOG ક્રાઇમે ડુપ્લીકેટ માર્કશીટ અને ફરજી સર્ટિફિકેટ આપવાના કેસમાં ઝડપ્યા છે. આ બન્ને શખ્સો અમદાવાદમાં 2 અલગ અલગ ઓફિસ રાખીને નર્સિંગની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ વેંચતા બદલામાં 5 લાખ સુધી લોકો પાસે થી મેળવી લેતા હતા. જોકે આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે એક યુવતીએ SOG ક્રાઈમને અરજી આપી. 

જોકે અરજીના આધારે તપાસ કરતા અને બેંગલોરની એક યુનિવર્સિટીનું સર્ટિફિકેટ હોવાનું જાણવા મળતા યુનિવર્સિટીમાં પોલીસે તપાસ કરતા નકલી હોવાનુ સામે આવ્યું.જેને લઇ પોલીસે ફરિયાદ લઈ બન્ને આરોપીઓ ની ધરપકડ કરી લેવામા આવી છે. યુવતીના કહેવા પ્રમાણે આરોપી વસ્ત્રાલમાં સરદાર વોકેસનલ એજ્યુકેશન અને દેહગામ ખાતે શ્રીજી પેરા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનુ સામે આવ્યું છે.

મહત્વનું છે કે SOG ક્રાઇમે આરોપીઓની ઓફિસમાં અને અન્ય જગ્યા દરોડા પાડયા દરમ્યાન 40 જેટલા અલગ અલગ સંસ્થાના માર્કશીટ અને અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા. નોંધનીય છે કે બિહારની પણ અલગ અલગ સંસ્થાના અલગ અલગ વિદ્યાર્થીઓ ના માર્કશીટ પણ મળી આવ્યા છે.

સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આરોપીઓ આ સિવાય અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે.કેટલા વર્ષથી આ પ્રકારે કૌભાંડ કરી રહ્યા છે? શુ આ બનાવટી દસ્તાવેજો બનાવવામાં અન્ય કેટલા લોકો સામેલ છે. તે અંગે વધુ તપાસ કરવા હાલ SOG ક્રાઇમે બન્ને આરોપીઓના રિમાન મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news