વાંચનના શોખીન ગુજરાતી પિતાની અમેરિકામાં રહેતા સંતાનોએ અનોખી રીતે અંતિમક્રિયા કરી

માતાપિતાની ઈચ્છા પૂરી કરવી દરેક સંતાન પોતાનું કર્તવ્ય ગણે છે. તેમાં પણ તેમના મૃત્યુ સમયે તેમની અંતિમ ઈચ્છા તેમજ તેમના શોખની બાબતો કરવામાં સંતાનો હંમેશા તત્પર રહેતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વાંચનપ્રેમી (readers) પિતાને વિદેશમાં રહેતા દીકરા-દીકરીઓએ યાદગાર રહે તેવી વિદાય આપી છે. 
વાંચનના શોખીન ગુજરાતી પિતાની અમેરિકામાં રહેતા સંતાનોએ અનોખી રીતે અંતિમક્રિયા કરી

હરીન ચાલિહા/દાહોદ :માતાપિતાની ઈચ્છા પૂરી કરવી દરેક સંતાન પોતાનું કર્તવ્ય ગણે છે. તેમાં પણ તેમના મૃત્યુ સમયે તેમની અંતિમ ઈચ્છા તેમજ તેમના શોખની બાબતો કરવામાં સંતાનો હંમેશા તત્પર રહેતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વાંચનપ્રેમી (readers) પિતાને વિદેશમાં રહેતા દીકરા-દીકરીઓએ યાદગાર રહે તેવી વિદાય આપી છે. 

વિદેશમાં દીકરા પાસે ગયેલા અનંતભાઈને એટેક આવ્યો
વર્ષોથી ગુજરાતી અખબારો વાંચવાના શોખીન મૂળ દાહોદના મુંબઈ સ્થિત આધેડ અનંતભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ, ભારતથી અમેરિકા (America) માં કેલિફોર્નિયા ખાતે રહેતા દીકરા અભિન દેસાઈને ત્યાં ગયા હતા. ત્યાં તારીખ 22 જુલાઈના રોજ રાતના સમયે જમીને ચાલવા જતા સમયે તેમને એટેક આવ્યો હતો. તેમનો દીકરો તેમને નજીકની‌ મોટી હોસ્પિટલમાં પણ લઈ ગયો. જ્યાં તબીબે તૈયારીમાં ત્રણ સ્ટેન્ટ પણ મૂક્યાં હતા. પરંતુ બાદમાં પલ્સ સતત ઘટતા અનંતભાઈનું આકસ્મિક અવસાન થયું હતું. 

અંતિમ વિધિ સમયે મૃતદેહ પાસે પેપર મૂક્યું 
બાદમાં તા.27 જુલાઈએ નિર્ધારિત થયેલ તેમની અંતિમવિધિ માટે તેમના દીકરા અભિન અને દીકરી અદિતીએ અંતિમ વિધિ કરી હતી. પરંતુ આ પહેલા સંતાનોએ વાંચનપ્રિય (reading hobby) પિતાને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. પિતાના કોફિન ઉપર ગુજરાતી અખબાર મુકવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વાંચન વગેરે ઓનલાઈન થતું જાય છે તેવા સમયે ગુજરાતી અખબાર જગત માટે આ ખૂબ મોટી ઘટના છે.

ગુજરાતી દૈનિક માટે ખાસ વ્યવસ્થા કરી
અંનતભાઈની અંતિમવિધિ માટે ગુજરાતી દૈનિક લાવવાનુ હતું. તેથી છેક ન્યુજર્સીથી કુરિયરથી લેટેસ્ટ ગુજરાતી દૈનિક મંગાવવામાં આવ્યું હતું. જેને કોફીનમાં પિતાના મૃતદેહ પાસે મૂકવામાં આવ્યું હતું. તેના બાદ ઘી, અબીલ, કંકુ વગેરે સાથે હિંદુ સંસ્કાર મુજબ અંતિવિધિ કરાઈ હતી. 

અંનતભાઈનો વાંચન પ્રેમ જબરો હતો
મૂળ દાહોદના વૈષ્ણવ જ્ઞાતિના અનંતભાઈ દેસાઈ દાહોદ પોલિટેકનિકમાં ભણ્યા બાદ આરંભે છૂટીછવાઈ નોકરીઓ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં નોકરી મેળવી હતી. તેના બાદ ખૈરનારના સમયે ડિમોલેશન વિભાગના જ અધિકારીના પદ સુધી પહોંચ્યા. સાથે શેરબજારમાં પણ સક્રિય એવા અનંતભાઈ આર્થિક સંપન્ન બન્યા બાદ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વર્ષોની હરવાફરવાની ઈચ્છા પુરી કરવામાં લાગ્યા હતા. ગત 15 વર્ષોમાં દુનિયાના 50 જેટલા દેશોનો પ્રવાસ કર્યો. દિકરા- દિકરી લગ્ન બાદ અમેરિકા સેટ થતાં વર્ષે ચાર-પાંચ માસ‌ માટે એક વખત તો અમેરિકા આવતા જ રહ્યાં. અનંતભાઈ વાંચનના ભારે શોખીન હતા. મુંબઈ વસવાટના છેલ્લા 40 જેટલા વર્ષોથી અંગ્રેજી અખબારો ઉપરાંત અનેક ગુજરાતી દૈનિકો વેચાતા લઈ વાંચતા હતા. તેઓ પ્રવાસ દરમ્યાન પણ ગમે ત્યાં હોય પણ સ્થાનિક બુકસ્ટોલ ઉપરથી શક્યત્ ગુજરાતી દૈનિકો વેચાતા લાવીને વાંચતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news