મોટા સમાચાર! ગુજરાતમાં વરસાદનો આવી શકે છે વધુ એક રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ

Gujarat Monsoon 2022: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ રહી શકે છે.

 મોટા સમાચાર! ગુજરાતમાં વરસાદનો આવી શકે છે વધુ એક રાઉન્ડ, બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ

અમદાવાદ: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવવામાં આવી છે. હાલ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દ. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ રહી શકે છે. પશ્ચિમ બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતમાં અસર થવાની શક્યતા છે. ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે.

પરંતુ હાલ વલસાડના વાપી, ઉમરગામ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદની આગાહી છે.

તેમજ વાતાવરણમાં ભેજ રહેવાને કારણે બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. તથા રાતના સમયે 20 થી 24 ડિગ્રી તાપમાન રહેશે. જયારે દિવસ દરમ્યાન 35 ડિગ્રી તાપમાન રહેશે. જેમાં ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news