સ્પાઈસ જેટના મુસાફરોને કહેવાયું, ‘સોરી સર, ફ્લાઈટ મોડી થશે, કેપ્ટન ઓન વે છે...’

 અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, જ્યારે તેમને કહી દેવાયું કે કેપ્ટન ઓન વે હોવાથી ફ્લાઈટ થોડી મોડી પડશે. ફ્લાઈટ મોડી પડવા અંગે કોઈ જાણ ન કરાતા વિફરાયેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
સ્પાઈસ જેટના મુસાફરોને કહેવાયું, ‘સોરી સર, ફ્લાઈટ મોડી થશે, કેપ્ટન ઓન વે છે...’

અમિત રાજપૂત/અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, જ્યારે તેમને કહી દેવાયું કે કેપ્ટન ઓન વે હોવાથી ફ્લાઈટ થોડી મોડી પડશે. ફ્લાઈટ મોડી પડવા અંગે કોઈ જાણ ન કરાતા વિફરાયેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, એરપોર્ટ પર ફ્લાઈટ નંબર 650 ફ્લાઈટ અમદાવાદથી દિલ્હી જવાની હતી. આ ફ્લાઈટમાં 130 મુસાફરો બેસી ગયા હતા. પરંતુ ફ્લાઈટમાં મુસાફરો બેસી ગયા બાદ છતા 1 કલાક અને 10 મિનીટ સુધી ફ્લાઈટે ઉડાન લીધી ન હતી. ત્યારે ફ્લાઈટને મોડું થતા મુસાફરોએ હોબાળો કર્યો હતો. કોઈ પણ એનાઉન્સમેન્ટ વગર ફ્લાઈટ મોડી પડતા વિફરાયેલા મુસાફરોએ ફ્લાઈટ એટેન્ડન્ટ પાસેથી જવાબ માંગ્યો ત્યારે તેમણે કહ્યું કે, ફ્લાઈટના કેપ્ટન ઓન વે હોવાથી ફ્લાઈટ થોડી મોડી નીકળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news