બોલ્ડનેસમાં આ 5 ફિલ્મો સામે ફિક્કી છે બધી જ વેબ સિરીઝ! સેક્સી સીન્સમાં આની સામે ચણા પણ નહીં આવે કોઈના...

બોલિવુડની આ ફિલ્મોની ખુબ ચર્ચા, બોલ્ડ સીનથી આવી વિવાદોમાં, વેબ સીરીઝને ભૂલાવી દે તેવા દ્રશ્યો, ઈન્ટરનેટ પર મચાવી હતી ધુમ...

બોલ્ડનેસમાં આ 5 ફિલ્મો સામે ફિક્કી છે બધી જ વેબ સિરીઝ! સેક્સી સીન્સમાં આની સામે ચણા પણ નહીં આવે કોઈના...

મુંબઈ: આજે મનોરંજન માટે અનેક પ્રકારના માધ્યમો ઉપલબ્ધ છે. જેમાં OTT પ્લેટફોર્મે તો દર્શકોને બહુ ઘેલુ લગાડ્યું છે. OTT પર બોલ્ડ અને હિંસાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. અને તેના કારણે OTT પર આવતી અનેક વેબસિરિઝ વિવાદોમાં પણ રહી છે. તમને એવું લાગતું હશે કે બોલ્ડનેસ સીન માત્ર વેબ સીરીઝમાં જ બતાવવામાં આવે છે. ના એવું નથી. બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે, જેમાં ઈન્ટીમેટ અને બોલ્ડ સીન ખુલ્લેઆમ ફિલ્માવવામાં આવ્યા છે. અમે આપને બોલિવૂડની ફિલ્મોના કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો વિશે જણાવીશું જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા.1- `લિપસ્ટિક અંડર માય બુરખા'
ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા માટે કલાકારો સ્ક્રીન પર કપડા ઉતારતા જરા પણ અચકાતા નથી, પછી તે અભિનેતા હોય કે પછી અભિનેત્રી. OTT અને બોલિવુડમાં આવી ભરપુર ફિલ્મો છે. તેમાંથી એક છે લિપસ્ટિક અંડર માય બુરખા. 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને વધારે પસંદ આવી ન હતી પરંતુ તેમાં દર્શાવવામાં આવેલા અંતરંગ દ્રશ્યોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ફિલ્મના ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર લીક થયા હતા, જેના કારણે મેકર્સને ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો.2- `બાબુમોશાય બંધૂકબાઝ'
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા બોલ્ડ દ્રશ્યો અને અપશબ્દોને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. ફિલ્મમાં અનેક બોલ્ડ સીન બતાવવામાં આવ્યા હતા, જેની વીડિયો ક્લીપ ઈન્ટરનેટ પર લઈ થઈ હતી. અભિનેત્રી બિદિતા બાગએ આપેલા સીનને કારણે ઘણો વિવાદ થયો હતો.3- `રંગ રસિયા'
નંદના સેન અને રણદીપ હુડાની આ વિવાદાસ્પદ ફિલ્મના રીલીઝને લઈ નિર્માતાઓએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ તૈયાર હતી પરંતુ બોલ્ડ સીન્સને કારણે તેને રિલીઝ કરવી મુશ્કેલ બની હતી. જોકે, ફિલ્મમાંથી કેટલાક સીન હટાવ્યા બાદ તેને 2014માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે જે તમે પરિવાર સાથે જોઈ શકો તેમ નથી.4- `સાહેબ બીવી ઔર ગેંગસ્ટર'
આ ફિલ્મ પણ રણદીપ હુડ્ડાની જ છે જેમા પણ દર્શાવાયેલી બોલ્ડનેસના કારણે તે વિવાદમાં આવી હતી. અભિનેત્રી માહી ગિલ સાથે હુડ્ડાએ ઘણા જબરદસ્ત બોલ્ડ સીન્સ આપ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ હતી. ઈન્ટરનેટ પર ઘણા સીન પણ લીક થયા હતા, જેના કારણે મેકર્સ મુશ્કેલીમાં મુકાયા હતા.5- `અનારકલી ઓફ આરા'
અભિનેત્રી સ્વરા ભાસ્કર ફિલ્મો કરતા તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં વધુ રહે છે. સ્વરા પણ બોલ્ડનેસમાં અન્ય અભિનેત્રીઓથી કમ નથી. પોતાની ફિલ્મ અનારકલી ઓફ આરામાં અનેક બોલ્ડ સીન આપ્યા હતા, જેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વિવાદનું કારણ બન્યા હતા. આ ફિલ્મમાં સ્વરાનો એક સીન જેણે ઈન્ટરનેટ પર ધુમ મચાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news