ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી શરૂ, ટૂંક સમયમાં પ્રવેશ આપવામાં આવશે

ધોરણ 10 અને 12ના રિપીટર ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે.

ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી શરૂ, ટૂંક સમયમાં પ્રવેશ આપવામાં આવશે

અતુલ તિવારી, અમદાવાદ: ધોરણ 10 અને 12ના રિપીટર ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની તૈયારીઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

આ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા શિક્ષણધિકારી પાસેથી સ્કૂલો અને વર્ગખંડની વિગત પણ મંગાવવામાં આવી છે. તમામ વિગતોના આધારે વિદ્યાર્થીઓનું પ્રવેશપત્ર તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં પ્રવેશપત્ર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 

રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ જાહેર 
ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઈમાં યોજાશે. 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓ WWW.GSEB.ORG પર પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જોઈ શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news