સાવકા પિતાએ બગાડી દીકરી પર નજર, સુરત પર કાળી ટીલી લગાવતો બનાવ
સુરત (Surat)માં દિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં 3 દુષ્કર્મની (Rape) ઘટનાઓ સામે આવી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી (Daughter)પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત : સુરત (Surat)માં દિન પ્રતિદિન બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં 3 દુષ્કર્મની (Rape) ઘટનાઓ સામે આવી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં સાવકા બાપે જ 11 વર્ષીય પુત્રી (Daughter)પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની વિગતો જોઈએ તો સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતી મહિલાએ અજય સિરસાટ સાથે બીજા લગ્ન કર્યા હતા. મહિલાને અગાઉના પતિ થકી સંતાનમાં 11 વર્ષની દીકરી અને એક પુત્ર છે. ગત રોજ મહિલા કામ અર્થે બહારગામ ગઈ હતી. તેણીનો પતિ અને પુત્ર ઘરમાં એકલા જ હતા. દરમિયાન પિતાની નજર તેની જ પુત્રી પર બગડી હતી. નરાધમ પિતાએ તેની 11 વર્ષની માસુમ દીકરીને પીખી નાખી હતી. આ ઘટના નજરે જોનાર તેના નાના દીકરાએ સમગ્ર હકીકત તેની માતાને કહી હતી. પુત્રની વાત સાંભળતા જ માતાના પગ તળિયેથી જમીન સરકી પડી હતી.
Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં! જાહેર થઈ બીજી ચોંકાવનારી માહિતી
આ ચોંકાવનારી હકીકતની ખબર પડે અને માતા ઘરે પહોંચે તે પહેલા નરાધમ પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટના પછી મહિલા તેની પુત્રીને લઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના નિવેદનના આધારે નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નરાધમ બાપ દ્વારા પોતાની જ પુત્રી સાથે બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે મારી નાખવાની ધમકી મળતા બાળકી ચૂપ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે