લો બોલો! પછી ક્યાંથી મળે ગુજરાતના ખેડૂતોને સબસીડીવાળું ખાતર, આ જગ્યાએ ઝડપાયો કાળો કારોબાર

પોલીસ તપાસ માં ઝડપાયેલા ચાલક અને ક્લિનરને તાપી જિલ્લાના ઉંચછલ થી યોગેશ નામ ના યુવકે ખાતર ભરેલો ટેમ્પો આપ્યો હોવાનું ખુલ્યું છે, તેમજ આગળ જઈ મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે એક યુવક ટેમ્પો ક્યાં ખાલી કરવાનો છે તે જણાવાનો હતો.

લો બોલો! પછી ક્યાંથી મળે ગુજરાતના ખેડૂતોને સબસીડીવાળું ખાતર, આ જગ્યાએ ઝડપાયો કાળો કારોબાર

સંદીપ વસાવા/મહુવા: સુરત જિલ્લાના મહુવા ખાતેથી સબસીડી વારુ ખાતર ઝડપાયું, અનાવલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમ્યાન મોટી માત્રામાં ખાતર ઝડપી પાડ્યું. નાયબ ખેતી નિયામકે નોંધાવી પોલીસ ફરિયાદ, પોલીસે ખાતર ની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે.

ગઈ કાલે સાંજના સમયે મહુવા પોલીસ અનાવલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરી રહી હતી દરમ્યાન મહારાષ્ટ્ર પારસીંગ નો એક ટેમ્પો આવતા તેને રોકી ચેક કર્યો હતો. ટેમ્પાની અંદર યુરયા ખાતર ભરેલું જણાતા મહુવા પોલીસ દ્વારા ટેમ્પો ચાલક પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી. જે ટેમ્પોનો ચાલક રજૂ કરી શક્યો ન હતો.. ટેમ્પોમાં ખાતર ભરેલું હોવાથી મહુવા પોલીસે કૃષિ અને બાગાયત વિભાગને જાણ કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલા નાયબ ખેતી નિયામક દ્વાર તપાસ કરાતા ટેમ્પામાં ભરેલું ખાતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતું સબસીડી વારુ હોવાનું જણાયું હતું.ટેમ્પાના ચાલક દ્વારા ખાતર માટેના યોગ્ય દસ્તાવેજ રજૂ નહીં કરાતા નાયબ ખેતી નિયામક દ્વારા ટેમ્પોના ચાલક અને ક્લિનર વિરુદ્ધ સબસીડી વારુ ખાતર બાબતે મહુવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ માં ઝડપાયેલા ચાલક અને ક્લિનરને તાપી જિલ્લાના ઉંચછલ થી યોગેશ નામ ના યુવકે ખાતર ભરેલો ટેમ્પો આપ્યો હોવાનું ખુલ્યું છે, તેમજ આગળ જઈ મહુવા તાલુકાના વાંસકુઈ ખાતે એક યુવક ટેમ્પો ક્યાં ખાલી કરવાનો છે તે જણાવાનો હતો.

હાલ પોલીસે ટેમ્પોના ચાલક અને ક્લિનરની ધરપકડ કરી ટેમ્પો આપનાર યોગેશ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ 250 ગુણી ખાતર આઈસર ટેમ્પો અને અન્ય સામાન મળી 8 લાખ થી વધુની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ તો પોલીસે બે આરોપી ને મુદ્દમાલ સાથે ઝડપી સરકારી ખાતર કોણે મુકલ્યું હતું અને ક્યાં લઈ જવાય રહ્યું હતું અને કેટલા સમયથી આ સરકારી ખાતર ની હેરાફેરી થઈ રહી હતી તે અંગે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news