Heart Health: જીમ જતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? ગુજરાતમાં શોધાયું એક એવું મશીન કે બે મિનિટમાં જ...

એક્સપર્ટ મુજબ જીમમાં જતા વ્યક્તિ પાસે તેનું ઓબેસિટી લેવલ, પ્રોટીન લેવલ, બાયોલોજીકલ એજ, શરીરમાં ફેટ પર્સન્ટેજ, કેલેટલ મસલ માસ, ટાર્ગેટ વેઇટ, સેગમેંટલ મસલ માસ જેવી માહિતી હોવી ખૂબ જરૂરી છે.

Heart Health: જીમ જતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ? ગુજરાતમાં શોધાયું એક એવું મશીન કે બે મિનિટમાં જ...

અતુલ તિવારી/અમદાવાદ: આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી શારીરિક રીતે ફિટ યુવાનો જીમમાં હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. જીમમાં લોકો ફિટ થવા જાય છે, પણ એ જ જીમ છેલ્લા કેટલાક સમયમાં અનેક જાણીતા ચહેરાઓ માટે મોતનું કારણ સાબિત થયું છે. હાર્ટ એટેકને કારણે અનેક લોકો અચાનક મોતને ભેટ્યા છે. અણધારી શારીરિક મુસીબતોથી બચવા એક્સપર્ટ મુજબ જીમમાં જનારે પોતાના કેટલાક શારીરિક પેરામીટર વિશે જાણવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ જીમમાં પરસેવો પાડવો હિતાવહ છે

એક્સપર્ટ મુજબ જીમમાં જતા વ્યક્તિ પાસે તેનું ઓબેસિટી લેવલ, પ્રોટીન લેવલ, બાયોલોજીકલ એજ, શરીરમાં ફેટ પર્સન્ટેજ, કેલેટલ મસલ માસ, ટાર્ગેટ વેઇટ, સેગમેંટલ મસલ માસ જેવી માહિતી હોવી ખૂબ જરૂરી છે. આ માહિતી માત્ર બે મિનિટમાં મળે એવું મશીન ગાંધીનગર જિલ્લાનાં દહેગામ ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અંદાજે 4.50 લાખની કિંમતમાં વસાવવામાં આવ્યું છે, જેનું નામ છે 'બોડી કમ્પોઝીશન એનાલાઈઝર'. 

આ મશીન માત્ર બે મિનિટમાં જે તે વ્યક્તિનાં રિપોર્ટ આપે છે. જેનાથી જે તે વ્યક્તિએ જીમમાં કેટલો અને કઈ દિશામાં શારીરિક શ્રમ કરવો, એ નિર્ધારિત કરી શકાય છે. પરંતુ ક્યારેક અમુક પેરામીટર વિશે જાણકારી ના હોવાથી દેખાદેખીના ચક્કરમાં એક બાદ એક કસરતો કરવાથી શરીર પર વધુ દબાણ પડતા વ્યક્તિ જીમમાં ફિટ થવાને બદલે હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. 

આવી જ રીતે જાણીતા ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગનું પણ કહેવું છે કે, જીમમાં જતા પહેલા વ્યકિતએ તેનું BMI ઇન્ડેક્ષ, બ્લડ રિપોર્ટમાં સુગર અને લિપિડ પ્રોફાઈલ, કિડનીમાં ક્રીએટીનીન, ECG, ઇક્કો, ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. આ તમામ પેરામીટર અંગે માહિતી હોય તો જીમમાં ફિટ થવા જનાર વ્યક્તિ કોઈપણ પ્રકારની અણધારી મુસીબતોથી પોતાને સુરક્ષિત રાખી શકે છે. 

છેલ્લા ઘણા સમયથી જીમમાં જતા હોય અને હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આવી કોઈપણ મુસીબતથી સુરક્ષિત રહેવા જીમમાં ટ્રેનર અને જે તે વ્યક્તિએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ અને ટ્રેનરને પણ જે તે વ્યક્તિએ આવા રિપોર્ટથી અવગત પણ કરાવવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં અત્યારે અનેક લોકો પોતાને ફિટ રાખવા જીમમાં જતા હોય છે. દેખાદેખીમાં બિનજરૂરી કરસતો કરતા હોય છે, જીમના ટ્રેનર પણ કેટલાક કિસ્સાઓમાં પૂરતા એક્સપર્ટ નાં હોવાથી સાચી દિશામાં સલાહ મળતી નથી જેની ભરપાઈ જે તે વ્યકિતએ કરવાની રહે છે. પરંતુ કેટલીક મહત્વની માહિતી આપને હાર્ટ એટેક જેવી અણધારી મુસીબતોથી રાખી શકે છે સુરક્ષિત.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news