Shani Vakri 2024: કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય

Shani Vakri 2024: શનિદેવ કુંભ રાશિમાં વક્રી છે અને 15 નવેમ્બર 2024 સુધી વક્રી જ રહેશે. 15 નવેમ્બરથી કુંભ રાશિમાં ફરીથી શનિદેવ માર્ગી થશે. શનિની ઉલટી ચાલ કેટલા લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Shani Vakri 2024: કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય

Shani Vakri 2024: હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. શનિદેવ લોકોને તેના કર્મ અનુસાર ફળ આપે છે. ખાસ કરીને શનિની ચાલ જ્યારે બદલે છે તો લોકોના જીવન પર સૌથી વધુ અસર પડે છે. શનિ હાલ કુંભ રાશિમાં વક્રી થયા છે. શનિની વક્રી ચાલ કેટલીક રાશિ માટે શુભ નથી.

શનિદેવ કુંભ રાશિમાં વક્રી છે અને 15 નવેમ્બર 2024 સુધી વક્રી જ રહેશે. 15 નવેમ્બરથી કુંભ રાશિમાં ફરીથી શનિદેવ માર્ગી થશે. શનિની ઉલટી ચાલ કેટલા લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો માટે વક્રી શનિ અશુભ સાબિત થવાના છે તેઓ કેટલાક ઉપાય કરીને શનિ સંબંધિત સમસ્યા અને દોષથી મુક્તિ મેળવી શકે છે. 

વક્રી શનિ કઈ રાશિ માટે અશુભ ? 

શનિ ની વક્રી અવસ્થા વૃષભ, કર્ક, તુલા અને કન્યા રાશિ માટે શુભ નથી. ન્યાયના દેવતા શનિદેવની પૂજા કરવાથી આ રાશિના લોકોને કષ્ટથી રાહત મળી શકે છે. સાથે જ જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તેમણે પણ શનિદેવની પૂજા સાથે કેટલાક ઉપાય પર વિશેષ ધ્યાન દેવું જોઈએ. આજે તમને જણાવીએ શનિના અશુભ પ્રભાવથી બચવું હોય તો કયા ઉપાય કરવા જોઈએ. 

વક્રી શનિથી બચવા શું કરવું ?

શનિના દુષ્ટ પ્રભાવથી બચવા માટે રોજ શની ચાલીસાનો પાઠ કરવો. સાથે જ શનિદેવની પૂજા કરવી. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

- શનિ ગ્રહની શાંતિ માટે રોજ શિવલિંગનો જડા અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. માન્યતા છે કે શિવજીની આરાધના કરવાથી શનિના અશુભ પ્રભાવો ની અસર થતી નથી 

- વક્રી શનિના દોષથી બચવું હોય તો છાયા દાન કરવું. તેના માટે એક વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોવો. ત્યાર પછી આ પાત્રને તેલ સહિત શનિ મંદિરમાં રાખી દો. 

- શનિની વક્રી ચાલથી થતાં નુકસાનથી બચવું હોય તો રોજ કાળા કૂતરાની સેવા કરવી. કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવવી. 

- આ સિવાય જે રાશિ પર શનિની વક્રી ચાલ ભારે છે તેમણે શનિ માર્ગી થાય ત્યાં સુધી કાળા કપડા, જૂતા, લોઢાની વસ્તુ, કાળા તલ, કાળા અડદનું દાન યથાશક્તિ કરતા રહેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news