Fig With Milk: યૌન સંબંધી સમસ્યાઓમાં અસરકારક છે અંજીર, ખાતાં પહેલાં જાણી લો જરૂરી વાતો
Benefits of figs and milk: પુરૂષોની યૌન સંબંધી સમ્સ્યાઓમાં પણ અંજીર સકારાત્મક અસર જોવા મળે છે. તેના નિયમિત સેવનથી લો સ્પર્મ કાઉન્ટની પરેશાની દૂર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તેમાં ઉપલબ્ધ ફાઇબર પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
Trending Photos
Anjeer Ke Fayde: બદામ ખાશો તો અક્કલ આવશે, અખરોટ ખાશો તો મગજ ચાલશે...આપણે નાના હતા ત્યારે આપણને સૌ કોઈને ઘરેથી આવું કહેતાં. સુકામેવા ખાવાથી શરીરને અનેક લાભ થતાં હોય છે. અલગ અલગ ડ્રાયફ્રૂટ્સના નિયમિત સેવનથી તમે અનેક બીમારીઓ તકલીફોથી દૂર રહી શકો છો. એમાંય વાત જ્યારે ડ્રાયફ્રૂટ્સની આવે ત્યારે કાજુ-બદામનું નામ ભલે ટોપ પર લેવાતું હોય પણ અંજીર તો અંજીર છે. આ આર્ટિકલમાં અમે અંજીરના ફાયદા જણાવ્યાં છે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
માણસના શરીરને મજબુત અને સ્વસ્થ્ય બનાવવા માટે ડ્રાઈ ફ્રુટ્સ બહુ મહત્વ ધરાવે છે. શરીરમાં ઉર્જા માટે પણ ડ્રાઈ ફ્રુટ્સ અવશ્ય લેવા જોઈએ. હાડકાને મજબુત કરવા માટે પણ એક ડ્રાઈ ફ્રુટ મહત્વનો ભાગ ભજવે છે. જેનું નામ છે અંજીર. અંજીરમાં મોટી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ સાથે જ આમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ પણ મળે આવે છે. અંજીરનું સેવન કેવી રીતે લોકોએ કરવું જોઈએ આવો જાણીએ.
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
અંજીરને પલાળીને તેનું સેવન કરવું જોઈએ-
પલાળેલા અંજીર ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે કે, આવા લોકો જે તેનું સીધું સેવન કરે છે, તેઓ તેને પલાળીને ખાઈ શકે છે. તેનાથી તમને વધુ ફાયદો થશે. હાડકાંને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
પલાળેલા અંજીર ખાવાથી મળશે અનેક ફાયદા-
- અંજીરનું સેવન પાચન તંત્રમાં થતી મુશ્કેલીઓ પણ દૂર કરે છે. અંજીરમાં સારા પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે.
- જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે, તેમણે અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરથી શરીરમાં એનીમિયાની સમસ્યા દૂર થાય છે.
-પલાળેલા અંજીર હાડકાંને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે એવા લોકો જેમના હાડકા સમય પહેલા નબળા થઈ રહ્યા છે તેમણે અંજીરનું સેવન કરવું જોઈએ.
- સ્વસ્થ્ય હૃદય માટે પણ અંજીર એક શ્રેષ્ઠ ઉપાય છે. અંજીરનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ કાબુમાં રહે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જાય છે.
- જો કોઇ વ્યક્તિ યૌન સંબંધી સમસ્યાઓથી પરેશાન છે તો એક કપ દૂધમાં અંજીર પલાળીને રોજ સવારે ખાવાનું શરૂ કરી દો. તેનાથી તમારે યૌન સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે અને સ્ફૂર્તિ રહેશે. અંજી પુરૂષોની માફક મહિલાઓના યૌન સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે.
- ઘણા લોકો આ વાત જાણે છે પરંતુ અંજીર બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછું કરે છે. તેમાં આયરન મોટી માત્રામાં મળી આવે છે જે એમીનિયાની સમસ્યાને દૂર કરે છે. અંજીર ખાતી વખતે આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે જરૂરથી વધુ અંજીર સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચે છે કારણ કે ફાઇબરની વધતી જતી માત્રા અપચાનું કારણ બને છે જેથી પેટના દુખાવાનો ખતરો હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો: લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે