Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી

Bilkis Bano Case In Supreme Court : બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે

Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી

ગાંધીનગર :બિલ્કીસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. સામાજિક કાર્યકર્તા સુભાષિની અલી, રુપરેખા વર્મા અને રેવતી લાલે આ મામલે 11 દોષિતોને મુક્ત કરવા ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. 

બિલકીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, એવુ તો શુ થયું કે રાતોરાત દોષિતોને છોડવાનો ફેંસલો કરાયો. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિની વિરુદ્ધ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. અરજી કરનારાઓનું કહેવું છે કે, આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈએ કરી હતી. તેથી ગુજરાત સરકાર દોષિતોની સજામાં છૂટનો એકતરફી નિર્ણય નથી કરી શક્તી. ક્રિમિનલ પ્રોસિજર કોડના સેક્શન 435 અંતર્ગત રાજ્ય સરકાર માટે તે વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી સલાહ લેવી જરૂરી છે. 

મહત્વનું છે કે ગુજરાતના ગોધરામાં 2002ની હિંસા પછી બિલ્કિસ બાનુ સાથે ગેંગરેપ થયો હચો. તેના પરિવારના 7 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં 2008માં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ દોષિતોમાંથી એક દોષિતે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે દોષિતોની મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે દોષિતોની સજામાફીનો નિર્ણય લેવા માટે એક કમિટી બનાવી હતી. આ કમિટીના રિપોર્ટ પછી જ બધા 11 દોષિતોને 15 ઓગસ્ટે સજામાફી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news