સુરત પાંડેસરા દુષ્કર્મ હત્યા કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

 પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. તમને જણાવી દઈએ કે, સોમવારે જ સુરત કોર્ટે આરોપીને દોષિત હોવાનો ચુકાદો આપ્યો હતો. જો કે સજા આજે ફટકારી છે. 

Updated By: Dec 7, 2021, 02:36 PM IST
સુરત પાંડેસરા દુષ્કર્મ હત્યા કેસમાં બાળકીને મળ્યો ન્યાય, કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા

ચેતન પટેલ/ સુરત:  પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા કેસમાં પોકસો કોર્ટે આરોપીને ફાંસીને સજા ફટકારી છે અને પરિવારજનોને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. સુરતની નામાદાર  સેશન્સ કોર્ટે આરોપી ગુડડુ કુમારને ફાંસીની સજા ફરમાવાઈ છે. ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. તમને જણાવી દઈએ કે, સોમવારે જ સુરત કોર્ટે આરોપીને દોષિત હોવાનો ચુકાદો આપ્યો હતો. જો કે સજા આજે ફટકારી છે.

સુરતમાં અંતે અઢી વર્ષની બાળકીને આખરે ન્યાય મળ્યો છે. દિવાળીની રાત્રે પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે તેના પિતાથી પણ વધુ ઉંમરના એક વ્યક્તિએ દુષ્કર્મ  આચર્યું હતું. દુષ્કર્મ પછી આરોપીએ બાળકીને મોતને ઘાટ ઉતારી દિધી હતી. કોર્ટમાં સરકારી વકીલે ઘટનાના જે પૂરાવા રજૂ કર્યા, તે તમામ પૂરાવા આરોપી વિરૂદ્ધના હતા. અને તેને ધ્યાનમાં રાખીને સુરતની સેશન્સ કોર્ટે આરોપી ગુડ્ડુકુમાર યાદવને ફાંસીની સજા સંભળાવી છે. જોકે હજુ પણ આરોપીને પોતાના કરેલા કુકર્મ પર કોઈ પસ્તાવો નથી.

નામાદાર કોર્ટમાં ચાલેલી કાર્યવાહી વિશે સરકારી વકીલનું નિવેદન 

સરકારી વકીલે નામાદાર કોર્ટમાં ચાલેલી કાર્યવાહી વિશે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે આ ઘટના બની હતી. અઢી વર્ષની બાળકીનું તેના ઘર આગળથી અપહરણ કરીને બળાત્કાર કરી હત્યા કરી નાંખી હતી. પોલીસે બાળકીને શોધવા માટે 100થી વધુ ટીમો બનાવી હતી. 8મી તારીખે આરોપી પકડાયો હતો અને પુછપરછમાં આખો ગુનોની હકીકત સામે આવી હતી. આ કેસમાં 42 જેટલા લોકોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી અને સોમવારે પોક્સો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, આરોપીની સજા માટે સરકાર તરફથી મે રજૂઆત  કરી, આરોપી તરફીપણ રજૂઆત કરાઈ હતી. 31 જેટલા જજમેન્ટો નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.. ગુનો ગંભીર રીતે આચર્યો છે, બર્બરતા પૂર્વક બાળકી સાથે વ્યવહાર કરવામાં આવ્યો અને તેના આંતરિક અંગો પણ બહાર નીકળી આવ્યા હતા. તેના શરીરમાં જીવાતો પડી હતી. આરોપી લાશને જંગલમાં ફેંકી આવવામાં આવ્યો હતો. જેની ગંભીરતાને જોતા રેર ઓફ ધ રેસ કેસમાં આ કેસ ગણવામાં આવ્યો. મેં દોઢ કલાક રજૂઆત કરી હતી. અને આજે નામાદાર સેશન્સ કોર્ટમાં જજે આરોપીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 302, અને 376 (એ)બી), 363,  હેઠળ સુનાવણી કરી છે અને સજા સંભળાવી છે.

આ સજા ગુજરાત હાઈકોર્ટના હુકમને કોન્ફર્મ કરીને તેને આધીન રહેશે. આ ઉપરાંત આરોપીને કલમ 376 હેઠળ આજીવન જીવે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. કલમ 363, 366 એમાં પણ સજા સંભળાવી છે. આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકી તો આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેની ખોટ તો આપણે પુરી શકીએ તેમ નથી. પરંતુ મહંદ અંશે આશ્વાસન રૂપે પરિવારજનોને મદદ થવા 20 લાખ રૂપિયા આપવાનોનિર્ણય કર્યો છે. આ સારો ચુકાદો છે. સમાજ માટે દાખલારૂપ ચુકાદો છે. હવે મહિલાઓ રાજ્યમાં સુરક્ષિત મહેસૂસ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં માત્ર 7 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલે 43 જેટલા પૂરાવાઓનું લિસ્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. પોલીસે આરોપીને પણ ઝડપી લેવાયો હતો. 

સોમવારે બંન્ને પક્ષકારોની દલીલો પુર્ણ થઇ હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવ્યો હતો. જો કે સજા કોર્ટ દ્વારા કાલે ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટ દ્વારા આ કેસમાં ઝડપથી સુનાવણી કરી હતી. આ કેસમાં સરકારી વકીલે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે, આવડી નાનકડી બાળકીને ચુંથી નાખનાર આરોપી સમાજ માટે ખતરનાક છે. તેણે જે કૃત્ય કર્યું તે માટે તેને ફાંસીથી જરા પણ ઓછી સજા ન હોઇ શકે. 

No description available.

જાણો શું હતી સમગ્ર ઘટના?
દિવાળીના દિવસે (4 નવેમ્બરે) દિવાળીની રાત્રે જ પાંડેસરાના વડોદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઇરાદે કર્યું હતું. મુળ બિહારના જહાનાબાદવતની અને આરોપી ગુરૂકુમાર મધેશ યાદવે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરીને મૃતદેહને ઝાડી ઝાંખરામાં મૃતદેહ ફેંકી દીધો હતો. આ અંગે ફરિયાદ બાદ પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લેતા તાબડતોબ કાર્યવાહી કરી હતી. પોર્ન વીડિયો જોઇને માસૂમ અઢી વર્ષની બાળકીની સાથે બળાત્કાર અને બાદમાં હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આ ચકચારી કેસમાં પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ લીધા હતાં. બાદમાં લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. પોલીસે સાત દિવસમાં જ આ કેસની તપાસ પૂરીને સુરતની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ અલગ અલગ 43 દસ્તાવેજી પૂરાવાનું લિસ્ટ તૈયાર કર્યું હતુ અને તેને કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સાથે જ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો.

આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. બાદમાં તેણે કબૂલાત પણ કરી હતી. આરોપીએ અપહરણ કર્યાના ગણતરીના કલાકમાં જ દુષ્કર્મ આચરી જધન્ય કૃત્ય આચાર્યું હતું. માસૂમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, બાળકી સાથે એટલી હદે ક્રુરતા કરવામાં આવી હતી કે યોનિમાંથી આંતરડા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરવામાં આવ્યું હતું. બાળકીનું મોઢું અને નાક દબાવી શ્વાસ રૂંધાવી હત્યા કરી હોવાથી મોંઢા અને નાક પાસે પણ ઇજાના નિશાન મળી આવ્યા હતા

આ સમગ્ર ઘટનાનો અત્યાર સુધીનો ઘટનાક્રમ શું છે?
4-નવેમ્બર દિવાળીના દિવસે માસૂમ બાળકી ગુમ, 7-નવેમ્બરે બાળકીનો મૃતદેહ મળ્યો, 8-નવેમ્બરે આરોપી ઝડપાયો, 15-નવેમ્બરે પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, 16-નવેમ્બરે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થયા, 18-નવેમ્બરે કેસની સુનવણી શરૂ થઈ, 65 જેટલા શહેદો વચ્ચે 42ની જુબાની લેવાઈ હતી, 3 સાક્ષી મહત્વના પુરવાર થયા હતા. કુલ 6 સુનાવણીના અંતે 28 દિવસમાં ચુકાદો આવશે 

આરોપીના પરિવાર વિશે?
અઢી વર્ષની બાળકીસાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુ કુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે. જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા GIDCની ડાઈંગ મીલમાં નોકરી કરે છે. પોલીસને આરોપીના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube