રોડ પર કેમ હોય છે અલગ-અલગ રંગના પટ્ટા? જાણો તેના પાછળનું સાચું કારણ

આજના આધુનિક યુગમાં છેવાડાના ગામડા સુધી પાક્કા રોડ જોવા મળી રહ્યા છે. પરંતુ દરેક રોડની એક ખાસિયત હોય છે. એટલે તો રોડ પર સફેદ, પીળા રંગના પટ્ટા દોરવામાં આવે છે. રોડ પર વાહન ચલાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી હોય છે.

Updated By: Dec 7, 2021, 01:41 PM IST
રોડ પર કેમ હોય છે અલગ-અલગ રંગના પટ્ટા? જાણો તેના પાછળનું સાચું કારણ

નરેશ ધારાણી, અમદાવાદઃ આજના આધુનિક યુગમાં છેવાડાના ગામડા સુધી પાક્કા રોડ જોવા મળી રહ્યા છે. પરંતુ દરેક રોડની એક ખાસિયત હોય છે. એટલે તો રોડ પર સફેદ, પીળા રંગના પટ્ટા દોરવામાં આવે છે. રોડ પર વાહન ચલાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી હોય છે. એટલું જરૂરી રોડની ઓળવાની પણ હોય છે. જેના માટે રોડ પર ખાસ પ્રકારની ડિઝાઈન કરવામાં આવતી હોય છે. જેનાથી વાહન ચાલકોને ખુબ જ મદદ મળે છે. તમને વિચાર આવતો હશે કે રોડની વળી ઓળખ થોડી હોય. ડામરથી બનેલા તમામ રોડ સરખા જ હોય છે. પરંતુ એવું નથી હોતું. તમામ રોડની એક ખાસ ઓળખ હોય છે. જેથી કોઈ રોડ પર સફેદ તો કોઈ રોડ પર પીળા રંગના પટ્ટા જોવા મળે છે.

તુટક સફેદ પટ્ટા (બ્રોકેન વ્હાઈટ લાઈન):
તમે જ્યારે વાહન ચલાવતા હશો ત્યારે રોડની વચ્ચો વચ્ચ એક સફેદ કલરની લાઈન જોઈ હશે. જેમાં ખાસ કરીને સફેદ લાઈનની વચ્ચે વચ્ચે અંતર રાખવામાં આવેલું હોય છે. આવી તૂટતી સફેદ લાઈનનો મતલબ થાય છે કે તમે લેન ચેન્જ કરી શકો છો. અને તમને કોઈ ખતરો ના લાગે તો ઓવરટેક કે યુ ટર્ન પણ લઈ શકો છો.

સીધી સફેદ લાઈન (સોલિડ વ્હાઈટ લાઈન):
કેટલાક રોડ પર સફેદ રંગની સીધી લાઈન જોવા મળે છે. આવી લાઈન દેખાય ત્યારે વાહન ચાલકે સાવધાન થઈ જવું પડે છે. સીધી સફેદ લાઈનનો મતલબ થાય કે તમે રોડ પર ઓવરટેક કે યુ ટર્ન નથી લઈ શકતા.

બે પીળા રંગના પટ્ટા ( ડબલ યલો લાઈન):
જે રોડ પર વચ્ચો વચ્ચ બે પીળા રંગના પટ્ટા દેખાય તો તમારે વધુ સાવચેતી રાખવી પડે છે. આવા પીળા રંગના પટ્ટાનો મતલબ થાય છે કે તમે લાઈન ક્રોસ નથી કરી શકતા. મોટા ભાગે ટુ-લેન રોડ પર આવા પીળા રંગના પટ્ટા વધુ જોવા મળે છે. સામેથી આવતા વાહન સાથે અકસ્માત ના થાય તેના માટે આવા પીળા રંગના પટ્ટા દોરવામાં આવે છે.

સિધિ અને તુટક પીળા રંગની લાઈ (સિંગલ યલો લાઈન અને બ્રોકલ યલો લાઈન):
કેટલાક રોડ પર એક સિધિ અને બીજી તુટક પીળા રંગની લાઈન જોવા મળે છે. જેનો મતલબ થાય છે કે જો તમે તુટક લાઈન તરફ ડ્રાઈવીંગ કરી રહ્યો છો તો તમે ઓવરટેક કરી શકો છો. અને જો તમે સિધિ પીળા રંગની લાઈન તરફ ડ્રાઈવીંગ કરી રહ્યા છો તો ઓવરટેક કરવાની ભૂલ ના કરવી.