15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ Airport તરીકે કાર્યરત થશે

તાજેતરમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. 
 

15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ Airport તરીકે કાર્યરત થશે

સુરતઃ દેશના મેટ્રો સિટીઝના એરપોર્ટ પર અમલી સાયલન્ટ એરપોર્ટ મુજબની કાર્યશૈલી સુરત એરપોર્ટ પર પણ કાર્યરત કરવાની દિશામાં નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત થશે. હાલમાં દેશના મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ જેવા એરપોર્ટ પર સાયલન્ટ એરપોર્ટ તરીકેને પોલીસી અમલી છે. જ્યાં તાકીદની વિગતો જ એનાઉન્સ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રાથમિક વિગતો સંદેશા દ્વારા મોકલવામાં આવે છે. 

આ પ્રકારની સિસ્ટમ સુરત એરપોર્ટ પર અમલી બનાવવાની દિશામાં પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેનો અમલ 15 જાન્યુઆરીથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર મુસાફરોના ચેકઇન, બોર્ડિંગ, સિક્યોરિટી ચેકઇન જેવી માહિતી પણ લાઉડ સ્પીકર પર જાહેર થતી હોય છે. જેને લઇ ર્ટિમનલ બિલ્ડિંગમાં ઘોંઘાટ થતો હોય છે. સાયલન્ટ એરપોર્ટમાં એરલાઇન્સ કંપનીઓ દ્વારા ચેકઇન, બોર્ડિંગ સહિતની માહિતી મુસાફરને મેસેજીસ દ્વારા તથા ચેકઇન સમયે જાણ કરવામાં આવે છે. જ્યારે ફલાઇટ વિલંબ, રદ થવા અંગેની વિગતો એરપોર્ટ તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરી જાણ કરાશે. આ વ્યવસ્થા દ્વારા કેટલેક અંશે એરપોર્ટ પર અવાજનું પ્રમાણ ઘટાડી શકાશે.

હવે શું?
આ સૂચનાઓ લાઉડસ્પીકર પર જાહેર થતી રહેશે
– ફલાઇટ મોડી પડવા કે વિલંબ સંબધિત સૂચનાઓ.
– ગેટ બદલાવા સંબંધિત માહિતી
– અંતિમ સમયના મુસાફરો માટે મેન્યુઅલ પેજિંગની વિગતો
– પાસપોર્ટ ખોવાઈ જવા સંબંધિત સૂચનાઓ
– સુરક્ષા સંબંધિત સૂચનાઓ

આ વિગત મેસેજીસથી જાણ કરાશે
એરપોર્ટ તંત્ર મુજબ, એરલાઇન કંપનીઓ દ્વારા મુસાફરોને વિવિધ વિગતો મેસેજીસ દ્વારા મોકલવામાં આવશે. જેમા ચેકઇન, સિક્યોરિટી ચેકઇન, બોર્ડિંગ સંબધિત માહિતીનો સમાવેશ થાય છે. ઉપરાંત ચેકઇન સમયે પણ એરલાઇન કંપનીઓ દ્વારા મુસાફરોને તે અંગે માહિતી આપી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news