સુરતમાં HIV પીડિત યુવકે સીઆઇએસએફ જવાનની આંગળીમાં બચકું ભર્યું
આ ઘટના બાદ CISFના જવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Trending Photos
તેજસ મોદી/સુરતઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાતના સુરતમાં પણ અત્યાર સુધી કોરોના વાયરસના 347 કેસ સામે આવી ચુક્યા છે. લૉકડાઉનનું પાલન કરાવવા માટે CISFના જવાનોની પણ તૈનાતી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરમાં રહેતો એક યુવક બહાર નિકળ્યો હતો. આ દરમિયાન CISFના જવાને યુવકને રોક્યો હતો. તો આ યુવકે જવાનને હાથમાં બચકું ભરી લીધું હતું. જે યુવકે બચકું ભર્યું તે એચઆઈવીથી પીડિત છે. તેની પાસેથી એચઆઈવીની દવાઓ પણ મળી આવી હતી. શહેરના રાંદેર રોડના રામનગર પાસે આ ઘટના બની હતી.
જવાનને દાખલ કરાયો
આ ઘટના બાદ CISFના જવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને એચઆઈવી હોવાને કારણે જવાનમાં પણ તેનો ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે.
શું છે સમગ્ર મામલો
પોલીસે 40 વર્ષીય એચઆઈવી ગ્રસ્ત પુરૂષની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજના સમયે એક યુવક હાથમાં બેગ લઈને ફરી રહ્યો હતો. પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા તે ભાગી ગયો હતો. ત્યારે સીઆઈએસએફના જવાને તેને ઝડપી લીધો હતો. આરોપીએ જવાનની પકડમાંથી છૂટવા માટે તેમની આંગડીમાં બચકું ભરી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે