કોરોના સામેના યુદ્ધમાં દુનિયામાં નંબર 1 નેતા બન્યા પીએમ મોદી! વાંચો સર્વે 

કોરોનાને હંફાવવામાં જે નેતાઓ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ પડતા જોવા મળી રહ્યાં છે અને જેને લઈને દુનિયા તેમની ફેન બની રહી છે. 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધી અમેરિકામાં કરાયેલા એક સર્વેમાં પીએમ મોદી સતત સૌથી આગળ જોવા મળ્યાં. આ સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પાછળ જોવા મળ્યાં. 

કોરોના સામેના યુદ્ધમાં દુનિયામાં નંબર 1 નેતા બન્યા પીએમ મોદી! વાંચો સર્વે 

નવી દિલ્હી: કોરોનાને હંફાવવામાં જે નેતાઓ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ પડતા જોવા મળી રહ્યાં છે અને જેને લઈને દુનિયા તેમની ફેન બની રહી છે. 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધી અમેરિકામાં કરાયેલા એક સર્વેમાં પીએમ મોદી સતત સૌથી આગળ જોવા મળ્યાં. આ સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પાછળ જોવા મળ્યાં. 

કોરોના સામેની લડતમાં પીએમ મોદી દુનિયામાં નંબર 1
અમેરિકી એજન્સી દ્વારા કરાયેલા સર્વેમાં દુનિયામાં દહેશત ફેલાવનારી મહામારીને રોકવાના મામલે પીએમ મોદી સૌથી આગળ છે. અમેરિકામાં રહેતા તમામ દેશોના નાગરિકોની વાતચીતના આધારે આ સર્વે કરાયો હતો. 

કોરોના સામેની લડાઈમાં પીએમ મોદી સૌથી આગળ
અમેરિકી એજન્સી  https://morningconsult.com/  એ સર્વે કરાવ્યો. સર્વેમાં પૂછવામાં આવ્યું કે કોરોનાને રોકવામાં દુનિયાના કયા નેતા સૌથી આગળ છે. સર્વે મુજબ પીએમ મોદીને સૌથી વધુ લોકોએ પસંદ કર્યા. 

પરંતુ અહીં તમારે એ જાણવું પણ જરૂરી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવા તે કેવા નિર્ણય લીધા જે તેમને વિશ્વમાં સર્વોત્તમ બનાવી રહ્યાં છે. 

કોરોના સામેની લડતમાં પીએમ મોદીના 10 મોટા પગલાં

1. જનતા કર્ફ્યૂની જાહેરાત, લોકોને ઘરમાં રહેવા માટે પ્રેરિત કર્યાં.
2. 25 માર્ચથી 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત
3. લોકડાઉનને 14 એપ્રિલથી વધારીને 3 મે સુધી કરવામાં આવ્યો. 
4. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સતત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા.
5. દેશના લોકોને કોરોના સામે લડવા માટે સપ્તપદી મંત્ર જણાવ્યાં. 
6. સોશિયલ મીડિયા પર સતત કોરોના સામે લડવા માટે જુસ્સો વધારી રહ્યાં છે. 
7. કોરોના ફાઈટર્સનો જુસ્સો વધારવા માટે પ્રકાશ પર્વ મનાવવાની અપીલ.
8. કોરોના ફાઈટર્સનો જુસ્સો વધારવા માટે તાળી અને થાળી વગાડવાની અપીલ.
9. લોકોને મદદ પહોંચાડવા માટે અનેક આર્થિક પેકેજની જાહેરાત
10. જરૂરિયાત મુજબ સમગ્ર દુનિયાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપી. 

1 જાન્યુઆરીથી 14 એપ્રિલની વચ્ચે વાતચીતના આધારે આ સર્વે કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીથી લઈને એપ્રિીલ સુધી પીએમ મોદી સતત સર્વેમાં આગળ રહ્યાં. બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે. ત્રીજા નંબરે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન છે. સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી નીચે રહ્યાં. 

જુઓ LIVE TV

19 માર્ચના રોજ જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યૂની અપીલ કરી તો તેની ભારે અસર જોવા મળી હતી. ત્યારબાદ 24 માર્ચે તેમણે લોકડાઉન પર મોટો નિર્ણય લીધો. સતત બેઠકોનો દોર ચાલ્યો અને અનેકવાર દેશને સંબોધન કર્યું તથા દેશવાસીઓને વિકટ પરિસ્થિતિમાં લડવાનું શીખવાડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news