રાત પડતા જ સુરતના સ્મશાન ગૃહોના દ્રશ્યો બદલાઈ જાય છે, એકસાથે 25 લોકોના અગ્નિદાહ કરાય છે

રાત પડતા જ સુરતના સ્મશાન ગૃહોના દ્રશ્યો બદલાઈ જાય છે, એકસાથે 25 લોકોના અગ્નિદાહ કરાય છે
  • ઉમરા સ્મશાન ભૂમિના ભઠ્ઠી ઘટતા બહાર સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે
  • રાત્રિના સમયે કોવિડ અને નોન કોવિડ મૃતદેહો સતત આવતા રહે છે.

તેજશ મોદી/સુરત :છેલ્લાં 24 કલાકમાં સુરત શહેરમાં 913 કોરોના કેસ આવ્યા છે, તો જિલ્લામાં 239 મળી કુલ 1152 કેસ સામે આવ્યા છે. હાલ ગુજરાતમા સૌથી વધુ કફોડી છે. પરંતુ ગમે તે સમય આવે સુરત હંમેશા મુસીબતોમાંથી ઉભુ થયું છે. પછી તે પ્લેગ હોય કે પછી પૂરની આફત કેમ ન હોય. સુરતીઓ હંમેશા સાહસથી ઉભા થાય છે. પરંતુ હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિના સમયે સ્મશાન ગૃહના દ્રશ્યો અલગ જોવા મળ્યા છે. રાત્રિના સમયે એક સાથે 20 થી વધુ મૃતદેહોનો અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે. તો સાથે સુરતમાં વધી રહેલા કોરોનાથી મોતને કારણે એકસાથે 25 જેટલા મૃતદેહોના અગ્નિદાહ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

પુત્રએ પિતાને શોધવા આકાશ-પાતાળ એક કરી નાંખ્યા, છેલ્લે કોવિડ કેર સેન્ટરના બાથરૂમમાં મૃત મળ્યાં

મૃતદેહો આવતા સ્મશાન ગૃહ બહાર બીજું સ્મશાન ઉભું કરાયું 
સુરતમાં કોરોનાથી મૃતદેહોનો ભરાવો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઉમરા સ્મશાન ભૂમિના ભઠ્ઠી ઘટતા બહાર સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે કોવિડ અને નોન કોવિડ મૃતદેહો સતત આવતા રહે છે. કોરોના મહામારી વચ્ચે મોતના આંકડા સાથે ક્યાંક ને ક્યાંક ખેલ ખેલતો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

‘અવેલેબલ’નું બોર્ડ મારતા જ ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર લેવા ફરી લાંબી લાઈનો પડી

કિરણ હોસ્પિટલ બહાર રેમડેસિવિર લેવા લાંબી લાઈન 
સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ કંઈ અલગ છે. ઈન્જેક્શન માટે લોકો આખી રાત હોસ્પિટલની બહાર લાઈનમાં બેઠા હોય છે. લાઈનમાં આવેલા લોકો કોવિડના દર્દીના સગા સબધીઓ છે. આ ઈન્જેક્શન લેવા માટેની લાગેલી લાંબી લાઈન સુરતમાં કોરોના સંક્રમણ વધારી શકે છે. એક ઇન્જેક્શન માટે કલાકો સુધી રઝળી રહ્યા છે. કિરણ હોસ્પિટલની બહાર પણ હાજરોની સંખ્યામાં લોકોની લાઈન લાગી છે. આ લાઈનમાં કોવિડની કોઈ ગાઈડલાઈનનો અમલ થતો નથી. ઈન્જેક્શન લેવા આવતા લોકોમાં ઝડપી સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news