સુરત ડ્રગ્સ પેડલરો માટે કેમ છે હોટ ફેવરિટ? આ હકીકત જાણીને ખરેખર જમીન સરકી જશે!
સુરત શહેર ડ્રગ્સ માટેનું એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે ખાસ કરીને મુંબઈથી સુરત ડ્રગ્સનો મોટો જથ્થો અવારનવાર લાવવામાં આવી રહ્યો છે ત્યારે યુવા વર્ગ ડ્રગ્સના રવાડે નહીં ચઢે તે માટે સુરત પોલીસ દ્વારા આવા ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે.
Trending Photos
તેજસ મોદી/સુરત: ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સીમાડા ચેક પોસ્ટ પાસેથી લક્ઝુરિયસ કારમાં ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 1,94,500 રૂપિયાની કિંમતનું 19.45 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાની કબુલાત કરી છે.
સુરત શહેર ડ્રગ્સ માટેનું એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે ખાસ કરીને મુંબઈથી સુરત ડ્રગ્સનો મોટો જથ્થો અવારનવાર લાવવામાં આવી રહ્યો છે ત્યારે યુવા વર્ગ ડ્રગ્સના રવાડે નહીં ચઢે તે માટે સુરત પોલીસ દ્વારા આવા ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. સુરત પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો કારમાં ડ્રગ્સ લાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી મરુન કલરની GJ05 CR 8190 નંબરની કારને ઝડપી પાડી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 1,94,500 રૂપિયાની કિંમતનું 19.45 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે કાર, 1.01 લાખની રોકડ, મોબાઈલ તેમજ ડ્રગ્સ મળી કુલ 4.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે નાના વરાછા ચોપાટી પાસે રહેતા શૈલેષભાઈ નાથુભાઈ પટેલ અને ડ્રાઈવર સીટની બાજુની સીટ ઉપર બેસેલા અને મોટા વરાછા લજામણી ચોક પાસે રહેતા કમલેશ બાવનજીભાઈ ચોવટિયા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈ મીરા ભાઈદર રોડ ખાતે એક ઇસમ પાસેથી ખરીદી કરી કારમાં લઇ આવ્યા હોવાની કબુલાત કરી હતી.
આ સમગ્ર મામલે આરોપીઓ સામે સારોલી પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે. આરોપીઓ ડ્રગ્સ કોને આપવાના હતા તેમજ અગાઉ ડ્રગ્સ લાવ્યા હતા કે કેમ તે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે