સુરત ગ્રીષ્મા હત્યા કેસ: બંને પક્ષોની દલીલ પૂર્ણ, 16 એપ્રિલે આવશે ચુકાદો

grishma vekariya murder case : હવે ગ્રીષ્મા કેસમાં ઐતિહાસિક ઝડપી ચૂકાદો આવશે. કોર્ટમાં બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: બંને પક્ષોની દલીલ પૂર્ણ, 16 એપ્રિલે આવશે ચુકાદો

સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા આગામી 16 એપ્રિલે આવશે જજમેન્ટ
કોર્ટેમાં બંને પક્ષકારોની દલીલો થઈ પૂર્ણ
સુરતમાં આરોપી ફેનિલે જાહેરમાં કરી હતી ગ્રીષ્માની હત્યા

ચેતન પટેલ/સુરત :સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હવે 16મી એપ્રિલે જજમેન્ટ આવશે. કોર્ટમાં બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે. ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની ગળુ કાપીને હત્યા કરી હતી. ત્યારે હવે ગ્રીષ્મા કેસમાં ઐતિહાસિક ઝડપી ચૂકાદો આવશે. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજ વિસ્તારમાં ફેનિલે ગ્રીષ્માના ઘરની બહાર હત્યા કરી હતી. ફેનિલે છરી બતાવી લોકોને નજીક ન આવવા કહ્યું હતું. ફેનિલે બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. આરોપી ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો પણ કરી રહ્યો હતો.

ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો
ગત ટ્રાયલમાં કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવાઈ હતી. અધિકારીઓએ જુબાની આપતા કહ્યુ હતું કે, ગ્રીષ્માને મારી નાંખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે. તેની સાથે કોઈ ચેડા થયા નથી. 

જાણો કેટલા સાક્ષીની જુબાની લેવાઈ
ગ્રીષ્મા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીઓના નામ હતા, જેમાંથી 105 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમજ 85 સાક્ષીઓને પડતા મૂકાયા હતા. તેના બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ અપાયુ હતું. કોર્ટમાં ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ લેવાયુ હતુ. જેમા આરોપી તરફી અને સરકાર તરફી દલીલો કરવામાં આવશે. જેના બાદ ચુકાદો જાહેર થશે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલા નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરૂદ્ધનું વાતાવરણ ઉભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ગુજરાતનો બહુચર્ચિત મર્ડર કેસ છે. જેણે સુરત પોલીસને દોડતી કરી હતી. સરેઆમ એક યુવતીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી. તેના બાદ ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી હતી. ગ્રીષ્માની ફેનિલે હત્યા કર્યા બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયા હતા. ગ્રીષ્માને બચાવવાના અનેક પ્રયાસો કરાયા હતા. છતા ફેનિલે તેને છોડી ન હતી. બે વાર ગળા પર ચપ્પુ ફેરવ્યા બાદ તેણે ત્રીજીવારમાં ગ્રીષ્માને પતાવી દીધી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news