પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં સજા

નવરાત્રિના દિવસોમાં ગત મહિને 12 ઑક્ટોબરે સચિન GIDC નજીક હનુમાન ઉર્ફે અજય નિશાદ (39) 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી હતી. આરોપી ગત મહિને ટિફિન લઈને કામ પરથી પરત ફરી રહ્યો હતો

પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં સજા

તેજસ મોદી/ સુરત: શહેરના સચિન જીઆઈડીસીમાં 4 વર્ષની બાળકી સાથે બળાત્કારના કેસમાં સુરતની પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો છે. ઘટનાની માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી કરીને આરોપીને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારવામાં આવી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે સુરત કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું. તા. 12-10-2021 નવરાત્રીના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી એક બાળકી મળી આવી હતી. ઘટના બન્યાને એક જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. 13 ઓકટોબરના રોજ 39 વર્ષના આરોપી અજય ઉર્ફે હનુમાન નિષાદ કેવટની પોલીસે ધરપકડ કરી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિના દિવસોમાં ગત મહિને 12 ઑક્ટોબરે સચિન GIDC નજીક હનુમાન ઉર્ફે અજય નિશાદ (39) 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી હતી. આરોપી ગત મહિને ટિફિન લઈને કામ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે 9 વાગ્યાની આસપાસ તેણે પીડિત બાળકીને અન્ય બાળકો સાથે ઘરની બહાર રમતા જોઈને તેની દાનત બગડી હતી અને બાળકીને લાલચ આપીને લઈને જઈને થોડે દૂર ઝાડી-ઝાંખરામાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીને ત્યાંજ રડતી છોડીને પોતાના ઘરે પહોંચી ગયો હતો. બાળકીની મેડિકલ તપાસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

સુરતની સેશંસ કોર્ટે ઇતિહાસ રચ્યો,
२९ દિવસમા જ ચુકાદો આવી ગયો
૧૦ દિવસમા જ ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી
આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા એક લાખ રુપિયાનો દંડ

— Harsh Sanghavi (@sanghaviharsh) November 11, 2021

— Harsh Sanghavi (@sanghaviharsh) November 11, 2021

આ બાબતની જાણ પોલીસે થતાં અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની એક ટીમને CCTV ફૂટેજ મળ્યા હતા. જેમાં દેખાતા આરોપી અને બાળકીના ફોટાને લઈને સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન હાથ ધરાયું હતું. અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસને ઘટના સ્થળે ફોરેન્સિક તપાસમાં પણ કેટલાક પુરાવા મળ્યા હતા.

ચેતી જજો: દિવાળી બાદ ત્રીજી લહેરના ભણકારા! અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો

તમને જણાવી દઈએ કે, તા.23-24 ઓક્ટોબરના રોજ આખી મેટર તૈયાર કરી તા.25/10/2021 ના રોજ કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. અને 26-27 ઓક્ટોબરના રોજ કેસના સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. આ કેસમાં ફરિયાદપક્ષે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.

સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આપ્યા મોટા સંકેત 

સુરત સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news