Kangana Ranaut ના વિવાદિત વેણ- ગાંધીજીના ભીખના કટોરામાં મળી આઝાદી, BJP MP એ ગણાવ્યું 'ગાંડપણ'

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) એ એમ કહીને વિવાદ ઉભો કરી દીધો છે કે ભારતને 'અસલી આઝાદી' 2014 માં મળી, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) સત્તામાં આવી, તો બીજી તર 1947 માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે 'ભીખ' માં મળી હતી.

Kangana Ranaut ના વિવાદિત વેણ- ગાંધીજીના ભીખના કટોરામાં મળી આઝાદી, BJP MP એ ગણાવ્યું 'ગાંડપણ'

નવી દિલ્હી: અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) એ એમ કહીને વિવાદ ઉભો કરી દીધો છે કે ભારતને 'અસલી આઝાદી' 2014 માં મળી, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi Government) સત્તામાં આવી, તો બીજી તર 1947 માં દેશને જે સ્વતંત્રતા મળી હતી તે 'ભીખ' માં મળી હતી. પહેલાં પણ વિવાદાસ્પદ નિવેદન આપતી રહેતી કંગના પોતાના નવા નિવેદનથી ફરી એકવાર વિવાદમાં સપડાઇ ગઇ છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધી (Varun Gandhi) સહિત ઘણા નેતાઓ, સોશિયલ મીડિયા યૂઝર્સ અને અન્ય લોકોએ બુધવારે એક કાર્યક્રમમાં આપેલા અભિનેત્રીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. 

વરૂણ ગાંધીએ તાક્યું નિશાન
પીલીપતથી સાંસદ વરૂણ ગાંધી (Varun Gandhi) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર કંગના રનૌત (Kangana Ranaut) ના નિવેદનવાળી વીડિયો ક્લિપને પણ શેર કરી. 24 સેકેન્ડની આ ક્લિપમાં કંગના રનૌત (Kangana Ranaut) ને કહેતા સાંભળી શકાય છે, '1947 માં આઝાદી નહી, પરંતુ ભીખ મળી હતી અને જે આઝાદી મળી છે તે 2014 માં મળી. 'વરૂણે કહ્યું કે 'આ રાષ્ટ્ર-વિરોધી કૃત્ય છે અને તેને આ જ કહી શકાય. તેને આમ કહેવું તે લોકો સાથે વિશ્વાસઘાત હશે જેમણે પોતાનું લોહી વહાવ્યું અને આજે એક દેશના રૂપમાં આઝાદ ઉભા થઇ શક્યા છીએ.

'સ્વતંત્રતા સેનાનીઓની કુર્બાનીનું અપમાન
કંગના રનૌત (Kangana Ranaut) ની ટીકા કરતાં વરૂણ ગાંધીએ કહ્યું કે લોકો એક સમયે આપણા સ્વતંત્રતા આંદોલનના અસંખ્ય બલિદાનોને ભૂલી ન શકે જેમાં લાખો લોકોના જીવ ગયા અને ઘણા પરિવાર તબાહ થઇ ગયા. તેમણે કહ્યું કે આ શહાદતોને આ 'શરમજનક રીતે' અપમાનિત કરીને ફક્ત બેદરકારી અથવા સંવેદનાહીન નિવેદન ન કહી શકાય. તેમણે ટ્વીટ કર્યું  'ક્યારેક મહાત્મા ગાંધીજીના ત્યાગ અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડેથી લઇને રાણી લક્ષ્મીબાઇ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોસ અને લાખો સ્વતંત્રા સેનાઓનીઓની કુરબાનીનો તિરસ્કાર. આ વિચારને હું ગાંડપણ કહું કે પછી દેશદ્રોહ?'

કંગનાનો પલટવાર
કંગના રનૌત (Kangana Ranaut) નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે અને તેમણે ઇંસ્ટાગ્રામ પર પલટવાર કર્યો. તેમણે લખ્યું 'મેં બિલકુલ સ્પષ્ટ લખ્યું કે 1857 ની ક્રાંતિ, પહેલાં સ્વતંત્રતા સંગ્રામ હતી જેને દબાવી દેવામાં આવી. તેના પરિણામસ્વરૂપ અંગ્રેજોના જુલમ અને ક્રૂરતા વધી ગઇ અને લગભગ એક શતાબ્દી બાદ આપણને ગાંધીજીના ભીખના કટોરામાં આઝાદી આપવામાં આવી.' આ અઠવાડિયે પધ્મ શ્રી સન્માન મેળવનાર કંગના રનૌત (Kangana Ranaut) એ ચેનલના કાર્યક્રમમાં પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું 'જો આપણને 'ભીખ' ની માફક આઝાદી મળી તો શું આ આઝાદી છે? કોંગ્રેસના નામ પર અંગ્રેજ શું છોડી ગયા તે અંગ્રેજોનો વિસ્તાર હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news