હાય રે કળિયુગ! આ લોકોએ તો ભગવાનને પણ ન છોડ્યા, હાથમાં તલવાર લઈ મંદિરમાં પ્રવેશ્યા અને પછી...
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગરના ખોડીયાર મંદિરમાં દાન પેટીમાંથી તસ્કરો રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બે તસ્કરો મોઢા પર રૂમાલ બાંધી ખોડીયાર મંદિરમાંના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં તસ્કરોએ મંદિરોને નિશાન બનાવ્યો છે. ખોડીયાર નગરમાં તસ્કરોએ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ ખોડીયાર નગરના ખોડીયાર મંદિરમાં દાન પેટીમાંથી તસ્કરો રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે. મોડી રાત્રે બે તસ્કરો મોઢા પર રૂમાલ બાંધી ખોડીયાર મંદિરમાંના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરમાં રાખેલ દાન પેટી ખસેડી બહાર કાઢી દાન પેઢીમાં રાખેલ આશરે 15 હજારથી થી વધુ રૂપિયાની રોકડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કે થઈ છે. સીસીટીવી કેમેરામાં દેખાય આવે છે કે બે ચોર ઈસમો મોઢા પર રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશે છે અને એક ચોર ઇસમના હાથમાં તલવાર દેખાઈ રહી છે. દાન પેઢીને ખસેડીને બહાર કાઢી ખોડીયાર માતાના મૂર્તિની પાછળ લઈ જાય છે. ત્યારબાદ ચોરી ઈસમો દાન પેટીનું કોઈ સાધન વડે તાળું તોડી દાન પેટીમાં રાખેલ રોકડ રૂપિયાની રકમ લઈ ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.
મંદિરના પુજારી વહેલી સવારે મંદિરમાં પૂજા કરવા આવે છે ત્યારે મંદિરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં દેખાઈ આવે છે પુજારી તાત્કાલિક ટ્રસ્ટીઓને ઘટનાની જાણ કરે છે ઘટનાને લઇ ખટોદરા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવ્યો હતી. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરી હતી.
ત્યારે સીસીટીવી કેમેરામાં બે તસ્કરો ચોરી કરતા નજરે પડ્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈને ખટોદરા પોલીસે બે અજાણીયા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે