PM મોદીના ચાહકે હાથ પર બનાવ્યું ખાસ ટેટૂ, વડાપ્રધાનને જન્મદિન પહેલા આપી ભેટ
Surat News : સુરતમાં પીએમ મોદીના ચાહકે તેમના જન્મદિવસ પહેલા એક ખાસ ટેટૂ બનાવ્યુ... વડાપ્રધાનની પ્રતિકૃતિ અને ધ્વજની આકૃતિનું ટેટૂ હાથ પર ચિતરાવ્યું
Trending Photos
PM Modi Tattoo ચેતન પટેલ/સુરત : સુરતમાં રહેતા 68 વર્ષીય મિકેનિક એન્જીનિયર પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર કોઈ દેવી-દેવતાનું નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટેટૂ બનાવ્યું છે. પ્રકાશ મહેતાએ પોતાના હાથ પર મોદીનું ટૈટૂ બનાવવા પાછળનું કારણ એ છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભગવાન માને છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેથી તેની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ધ્વજની આકૃતિનું ટેટૂ પોતાના હાથ પર ચિતરાવ્યું છે. પોતે એક એન્જિનિયર હોવાને કારણે તેમણે ટેટૂની ડિઝાઇન તેઓએ જાતે જ બનાવી છે.
તેઓ કહે છે કે, પીએમ મોદીની વિચારસરણી, ટેકનોલોજી, એડવાન્સ ચાલવું, એકદમ મોજિલા રહેવા છતા દરેક કાર્યમાં સંપૂર્ણ ડૂબી જવું એ બધુ જ મને વધુ આકર્ષ છે. અમારું આખું કુટુંબ તેમને ભગવાન જ માને છે. તેથી નરેન્દ્ર મોદીની બર્થડે પર એમને આ ટેટૂટ મેં ગિફ્ટ તરીકે આપ્યું છે. મેં તેમના બર્થડે પહેલા ટેટૂ કરાવ્યું અને ભારત રાષ્ટ્રને બહુમાન આપું છું, એટલે તેના માટે રાષ્ટ્રધ્વજ કરાવ્યો છે. મે આ ડિઝાઈન જાતે જ બનાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે