સસરાએ પુત્રવધુને કહ્યું, બળાત્કાર શું છે હું તને બતાવીશ... તો પતિ વીડિયો કોલમાં અર્ધનગ્ન થયો

Updated By: Jul 29, 2021, 11:56 AM IST
સસરાએ પુત્રવધુને કહ્યું, બળાત્કાર શું છે હું તને બતાવીશ... તો પતિ વીડિયો કોલમાં અર્ધનગ્ન થયો
  • લગ્ન પછી સુરતની પરિણીતાને સાસરીવાળાઓ તરફથી ત્રાસ આપવાનું શરૂ કરાયું
  • પોલીસ ફરિયાદ કરતા ગુસ્સે થયેલા સાસરીવાળાઓએ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું 

તેજશ મોદી/સુરત :મહિલાઓ સાથે પરિવારના સભ્યો દ્વારા જ અનેક વખત પજવણી કરવામાં આવતી હોય છે, આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ પણ છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાં બની છે. જ્યા 37 વર્ષીય પરિણીતા મોપેડ પર પોતાના ઘરે જતી હતી, ત્યારે રસ્તામાં સસરાએ તેને ઊભી રાખી કહ્યું હતું કે, ‘ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લડકા તુજે નહીં રખેગા, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખ, તો મેં તેરે સારે શોખ પુરે કરુંગા.’ તો બીજી તરફ પતિએ પણ વીડિયો કોલ કરી શર્ટ કાઢી કેટલા પૈસા જોઈએ તેવી વાત કરી, 200 અને 2 હજારની નોટો ફેંકી સમાજમાં બદનામ કરી નાંખવાની તથા આત્મહત્યા કરવી પડશે તેવી ધમકી આપી હતી. પતિ અને સસરાના ત્રાસથી ડરી ગયેલી પરણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો સાસુ-વહુનો ઝઘડો, સાસુને ખખડાવીને કોર્ટે 10 હજાર દંડ ફટકાર્યો

લગ્ન બાદ પતિ-સાસુ-સસરાનો ત્રાસ શરૂ થયો 
અડાજણ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, સુરતના પાલ ગૌરવ પથ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય મહિલા વર્ષ 2002માં સિલાઇ કામ કરતી હતી. ત્યારે તેને કપડા સીવડાવવા આવતી પ્રિયંકા જૈનના ભાઇ જીતેન્દ્ર જૈન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે જીતેન્દ્રના પરિવારના સભ્યો આ સંબંધ સ્વીકારશે નહિ તથા લગ્નનો પણ સ્વીકાર નહીં કરે તેથી બંનેએ ફેબ્રુઆરી 2005 માં ઘરેથી ભાગી જઇ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવારથી અલગ રહેતા હતા. બાદમાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. દારૂ પીવાની કુટેવ હોવાથી જીતેન્દ્ર સતત પરણિતાને મારઝુડ કરી ત્રાસ આપતો હતો, જેથી તે 2014માં પિયરમાં રહેવા ચાલી ગઇ હતી. માનસિક ત્રાસ આપતા પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી. બાદમાં જીતેન્દ્ર મુંબઇ રહેવા જતો રહ્યો હતો, જયાં જેસીકા પંચાલ નામની મહિલા સાથે તેને લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો : PM Modi પણ ગુજરાતના અદભૂત નજારાનો વીડિયો શેર કરતા ખુદને રોકી ન શક્યા

પતિ વીડિયો કોલ પર અર્ધનગ્ન થયો 
પોતાના પર થયેલા કેસથી ગુસ્સે ભરાયેલા જીતેન્દ્રએ પરણિતાને વીડિયો કોલ કરી અર્ધનગ્ન હાલતમાં ઉભા રહી 200 અને 2000ની નોટ બતાવી હતી. સાથે ‘આવ મારી પાસે...’ એમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ સાથે એમ પણ કહ્યું હતું કે, ‘હું તને એટલી બદનામ કરીશ કે તારે આપઘાત કરી લેવો પડશે...’ એવી ધમકી આપી હતી. 

આ પણ વાંચો : FSL એ  સ્વીટી પટેલ વિશે એવો પ્રશ્ન પૂછ્યો કે હત્યારા અજય દેસાઈને પરસેવો છૂટી ગયો હતો 

સસરાએ કહ્યું, તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખુંગા
જોકે ત્યારે પરણિતાએ બદનામી ડરથી કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ ગત માર્ચ મહિનામાં તે જ્યારે મોપેડ પર જઇ રહી હતી ત્યારે એલ.પી. સવાણી રોડ પર કારમાં આવેલા તેના સસરા તખતમલ જૈને તેને અટકાવી હતી. સસરાએ કહ્યું હતું કે, ‘ચલ બેઠ ગાડી મેં, મૈં તુજે બતાતા હૂ રેપ ક્યા હોતા હૈ, મેરા લડકા તુજે નહીં રખેગા. તું મેરે પાસ રહે, તું મુજે ખુશ રખુંગા, તો મેં તેરે સારે શોખ પુરે કરુંગા, તું કોર્ટમેં મેરા કુછ બિગાડ નહિ પાઓગે, તું કુછ ભી કરલે હમ કોર્ટમેં હાજર હી નહિ રહેંગે, પુલીસ ભી હમારે ખિસ્સે મેં હૈ...’ આ સાથે જ તેમના પુત્રના અપહરણની પણ ધમકી આપી હતી. જેથી પરણિતાએ પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : ગુપ્ત ઘનની લાલચમાં ખોદીને વેરવિખેર કરી નાંખ્યુ આખું શિવ મંદિર