Jharkhand: ADJ Uttam Anand ને ઓટોએ ટક્કર મારતા મોત, પોલીસ હત્યા એંગલની પણ કરી રહી છે તપાસ
ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક પર ઘરેથી નીકળેલી એડીજે ઉત્તમ આનંદનું એક અકસ્માતમાં મોત થયું. તેમનું શંકાસ્પદ મોત સીસીટીવીમાં કેદ થઈ ગયું.
Trending Photos
ધનબાદ: ઝારખંડના ધનબાદમાં મોર્નિંગ વોક પર ઘરેથી નીકળેલી એડીજે ઉત્તમ આનંદનું એક અકસ્માતમાં મોત થયું. તેમનું શંકાસ્પદ મોત સીસીટીવીમાં કેદ થઈ ગયું. આ ઘટનાનો વીડિયો જોઈને પોલીસને શક છે કે આ કોઈ દુર્ઘટના નથી પરંતુ જાણી જોઈને એડીજેને ટક્કર મારવામાં આવી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એડીજેને એક ઓટો પાછળથી ટક્કર મારે છે.
હત્યા કરવાના હેતુથી ઘટનાને અંજામ અપાયો?
અત્રે જણાવવાનું કે બુધવારે ધનબાદના એડીજે ઉત્તમ આનંદ (Uttam Anand) ના મોત બાદથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક ઓટોએ તેમને એટલી જોરદાર ટક્કર મારી કે તેમનો જીવ જતો રહ્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે જાણી જોઈને હત્યા કરવાના હેતુથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
પોલીસ કરી રહી છે તપાસ
ઘટનાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ દરેક જણ સ્તબ્ધ છે. પોલીસ બુધવાર સવારથી જ આ મામલે આકરી તપાસ કરી રહી છે. બુધવારે સાંજે ડીઆઈજી મયુર પટેલ ધનબાદ પહોંચ્યા અને દિવંગત જજના ઘરે જઈને પરિજનો તથા અન્ય જજોને પૂછપરછ કરી.
सड़क हादसा या हत्या?
झारखंड के धनबाद में सवेरे सैर पर निकले जिला जज को टैम्पो ने टक्कर मारी जिसमें जज उत्तम आनंद की मौत हो गयी। #CCTV देख कर लगता है कि जज की हत्या की गयी है जिसे सड़क हादसा दिखाने की कोशिश की जा रही है। pic.twitter.com/iBSGONSiq3
— Jitender Sharma (@capt_ivane) July 28, 2021
પરિજનોએ અને જજોએ ડીઆઈજીને કહ્યું કે આ કોઈ સાધારણ દુર્ઘટના નથી પરંતુ જાણીજોઈને કરાયેલી હત્યા છે. આ સાથે જ જે ઓટોથી ટક્કર મરાઈ હ તી તે ઓટો અંગે પણ ડીઆઈજીએ જાણકારી લીધી. ડીઆઈજીએ પરિજનોને સમજાવવાની કોશિશ કરી કે આરોપી જલદી પકડાઈ જશે. ડીઆઈજીએ કહ્યું કે આરોપીને પકડવા માટે પોલીસે સાત ટીમો બનાવી છે. જે અલગ અલગ એંગલથી કેસની તપાસ કરી રહી છે.
ભાજપ વિધાયકે સીબીઆઈ તપાસની માગણી કરી
આ ઘટના પર ધનબાદથી ભાજપના વિધાયક રાજ સિન્હાએ કહ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. સીસીટીવી જોઈને એવું લાગે છે કે આ સુનિયજિત ઘટના છે. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. ધનબાદમાં આ અગાઉ આવી કોઈ ઘટના જોવા મળી નથી. સમગ્ર ઝારખંડમાં અપરાધિક ઘટનાઓ વધી છે. અપરાધીઓમાં જે ખૌફ હતો તે ઓછો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે