રાત્રે 3 વાગે સાસુ ઓનલાઈન દેખાયા, જમાઈએ જાસૂસી કરાવી તો ખૂલી મોટી પોલ

સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાની હરકતથી તેનુ દાંપત્ય જીવન ભાંગી ગયું છે. પતિએ પત્નીની જાસૂસી કરાવતા જાણ્યું કે, પત્ની પિયરમાં જઈને તેની માતાના ફોન પર પોતાના પ્રેમી સાથે વાત કરતી હતી. પત્નીથી હરકતથી કંટાળેલા પતિએ આખરે તેને છૂટાછેડા આપીને દાંપત્ય જીવન પૂરુ કર્યું.

Updated By: Aug 29, 2021, 12:24 PM IST
રાત્રે 3 વાગે સાસુ ઓનલાઈન દેખાયા, જમાઈએ જાસૂસી કરાવી તો ખૂલી મોટી પોલ

ઝી મીડિયા/બ્યૂરો :સુરતથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાની હરકતથી તેનુ દાંપત્ય જીવન ભાંગી ગયું છે. પતિએ પત્નીની જાસૂસી કરાવતા જાણ્યું કે, પત્ની પિયરમાં જઈને તેની માતાના ફોન પર પોતાના પ્રેમી સાથે વાત કરતી હતી. પત્નીથી હરકતથી કંટાળેલા પતિએ આખરે તેને છૂટાછેડા આપીને દાંપત્ય જીવન પૂરુ કર્યું.

બન્યું એમ હતું કે, સુરતના કોટ વિસ્તારમાં 2015 માં એક યુવક અને યુવતીના લગ્ન થયા હતા. તેમનુ દાંપત્ય જીવન સુખેથી ચાલી રહ્યુ હતું, ત્યારે કોટ વિસ્તારના અન્ય એક યુવકના સંપર્કમાં પરિણીત મહિલા આવી હતી. મહિલાને એ યુવક સાથે પ્રેમ થયો હતો. આખરે પતિએ એક દિવસ પત્નીનો મોબાઈલ તપાસતા તેનો ભાંડો ફૂટ્યો હતો. બંનેની વાત છૂટાછેડા સુધી પહોંચી હતી. કોર્ટમાં કેસ પહોંચતા પત્નીએ કબૂલ્યુ હતું કે, તે હવે મોબાઈલ પર પ્રેમી સાથે વાત નહિ કરે, અને મોબાઈલ પણ નહિ રાખે. 

આ પણ વાંચો : પાકટ વયે પાંગરેલા પ્રેમમાં પાગલપન ચઢ્યું, એક જ સોસાયટીમાં રહેતા મળી ગઈ આંખ, જંગલમાં જઈને કર્યું એવું કે... 

આ બાદ પત્ની વારંવાર તેના પિયરે જતી હતી. આ દરમિયાન પતિએ એક દિવસ જોયું તો તેના સાસુ રાત્રે 3 વાગ્યે ઓનલાઈન હતા. પત્ની પિયરમાં હોવાથી આવુ વારંવાર થતા પતિને શંકા ગઈ હતી. જેથી તેણે જાસૂસી કરાવી હતી. આ કરતા જ પત્નીની પ્રેમી સાથેની ચેટિંગની પોલ ખૂલી હતી. 

આખરે પત્નીની પોલ ખૂલતા પતિએ તેને ફરીથી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પત્ની પોતાના પ્રેમીને ભૂલી ન શક્તા તેણે છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. 

આ પણ વાંચો : ગાંઠિયા ખાતા પહેલા સાવધાન, આંતરડા ચીરી નાંખે તેવી વસ્તુની તેમાં ભેળસેળ થાય છે