પાકટ વયે પાંગરેલા પ્રેમમાં પાગલપન ચઢ્યું, એક જ સોસાયટીમાં રહેતા મળી ગઈ આંખ, જંગલમાં જઈને કર્યું એવું કે...
21 મી સદીમાં પ્રેમીમાં પાગલપન જોવા મળે છે. પોતાના પ્રેમને પામવા માટે તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર થાય છે. અને જો પ્રેમ પામવા ન મળે તો હતાશ થઈને એવુ પગલુ ભરે છે કે જિંદગી વિખેરાઈ જાય છે. વડોદરાના કરજણના પાકટ વયે પાંગરેલા પ્રેમનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પ્રેમના પાગલપનમાં પ્રેમી પંખીડાઓએ પોતાના સંતાનોને જ નોંધારા કર્યા છે. કરજણના પરિણીત પ્રેમી પંખીડાએ પાવાગઢ આવી ઝેરી દવા ગટગટાવી મોત (suicide) ને વ્હાલું કર્યુ છે. બંને જણા એક જ સોસાયટીમાં રહેતા હતા. બે-બે સંતાનો ધરાવતા 41 વર્ષીય પરિણીત પ્રેમી પંખીડા ઘરે નહિ પહોંચતા સ્વજનોએ શોધખોળ હાથ ધરી હતી. પાવાગઢ કોઠાર પાસેથી બંનેના મૃતદેહ મળી આવતા પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :21 મી સદીમાં પ્રેમીમાં પાગલપન જોવા મળે છે. પોતાના પ્રેમને પામવા માટે તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર થાય છે. અને જો પ્રેમ પામવા ન મળે તો હતાશ થઈને એવુ પગલુ ભરે છે કે જિંદગી વિખેરાઈ જાય છે. વડોદરાના કરજણના પાકટ વયે પાંગરેલા પ્રેમનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. પ્રેમના પાગલપનમાં પ્રેમી પંખીડાઓએ પોતાના સંતાનોને જ નોંધારા કર્યા છે. કરજણના પરિણીત પ્રેમી પંખીડાએ પાવાગઢ આવી ઝેરી દવા ગટગટાવી મોત (suicide) ને વ્હાલું કર્યુ છે. બંને જણા એક જ સોસાયટીમાં રહેતા હતા. બે-બે સંતાનો ધરાવતા 41 વર્ષીય પરિણીત પ્રેમી પંખીડા ઘરે નહિ પહોંચતા સ્વજનોએ શોધખોળ હાથ ધરી હતી. પાવાગઢ કોઠાર પાસેથી બંનેના મૃતદેહ મળી આવતા પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢના ડુંગર પર મકાઈ ઠાકોરના જંગલમાં કૈલાસબેન (ઉંમર 41 વર્ષ) તેમજ અરવિંદભાઈ (ઉંમર 40 વર્ષ) ના મૃતદેહ મળી આવ્યા હતા. બંને લોકોના મૃતદેહ પાસપાસે પડ્યા હતા અને તેમના મૃતદેહો પાસે ઝેરની દવાની બોટલ પડી હતી. આ બાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તપાસ કરીને બંનેની ઓળખ કરી હતી અને તેમના પરિવારજનોને જાણ કરી હતી. જેથી તેમના સંતાનો પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. બંનેના મૃતદેહ જોઈ સંતાનો પણ આઘાતમાં સરી પડ્યા હતા.
આ પણ વાંચો : આંતરડા ચીરી નાંખે તેવી વસ્તુની ભેળસેળ થાય છે ગુજરાતીઓના પ્રિય નાસ્તા ગાંઠિયામાં...ખાતા પહેલા સાવધાન
પોલીસ તપાસમાં આ આત્મહત્યા પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી. એક જ સોસાયટીમાં રહેતા કૈલાસબેન અને અરવિંદભાઈ વચ્ચે પ્રેમ થયો હતો. બંનેનો પરિવાર વડોદરાના કરજણ ગામે સોનાનગર સોસાયટીમાં રહે છે. બંને પરિણીત છે. 41 વર્ષીય કૈલાસબેનના પરિવારમાં પતિ અને પુત્ર છે. કૈલાસબેન પોર ખાતે આવેલ એક પ્લાસ્ટિક કંપનીમાં વર્કર તરીકે કામ કરતા હતા. જેમાં છેલ્લા પંદર દિવસથી તેઓ કંપનીમાં રજા રાખી ઘરે હતા. જેમાં ગત તારીખ 26 ઓગેસ્ટના રોજ કૈલાસબેન પોતાના પતિને સવારે 8 વાગે હું નોકરી પર જાઉં છું તેમ કહી નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફર્યા ન હતા.
તો બીજી તરફ, 40 વર્ષીય અરવિંદભાઈ પોતાની દીકરીને પાલેજ ગામે વાળ કાપવા જઉ છું તેમ કહીને ઘરમાંથી નીકળી ગયા હતા. મોડી સાંજે તેઓ પણ ઘરે પરત ફર્યા ન હતા. બંનેના પરિવારજનોએ મોડી રાત સુધી મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ બંનેનો ફોન બંધ આવતો હતો. આખરે પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. બાદમાં પોલીસ દ્વારા જાણ થઈ હતી કે, બંનેના મૃતદેહ પાવાગઢના જંગલમાં મળી આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે