સંતાનનુ મુખ જુએ તે પહેલા જ શિક્ષકને મોત મળ્યુ, યોગની ટ્રેનિંગમાં દરમિયાન ખેંચ આવી અને...

ક્યારેક એવી ઘટના સર્જાતી હોય છે, જેમાં પરિવાર પર અચાનક દુખનો પહાડ તૂટી પડતો હોય છે. સુરતના એક શિક્ષક દંપતીનો પરિવાર વિખેરાયો હતો. તાલીમ દરમિયાન શિક્ષકને ખેંચ આવી જતા તેમનુ મોત નિપજ્યુ હતું. એકના એક દીકરાનું મોત થતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

Updated By: Dec 4, 2021, 07:38 AM IST
સંતાનનુ મુખ જુએ તે પહેલા જ શિક્ષકને મોત મળ્યુ, યોગની ટ્રેનિંગમાં દરમિયાન ખેંચ આવી અને...

ઝી મીડિયા/બ્યૂરો :ક્યારેક એવી ઘટના સર્જાતી હોય છે, જેમાં પરિવાર પર અચાનક દુખનો પહાડ તૂટી પડતો હોય છે. સુરતના એક શિક્ષક દંપતીનો પરિવાર વિખેરાયો હતો. તાલીમ દરમિયાન શિક્ષકને ખેંચ આવી જતા તેમનુ મોત નિપજ્યુ હતું. એકના એક દીકરાનું મોત થતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.

બન્યુ એમ હતું કે, સુરતના ભેસ્તાન ખાતે વિવિધ જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો માટે તાલીમ રાખવામાં આવી હતી. 100 જેટલા શિક્ષકો તાલીમ ભવન ખાતે યોગા અને રમતની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે સવારે તમામને વોર્મઅપ કરાવવામાં આવ્યુ હતું. તે સમયે 28 વર્ષીય શિક્ષક પુલકીત પટેલને અચાનક ઉબકા આવવા લાગ્યા હતા. જેના બાદ તેમને એક્સપર્ટ દ્વારા આરામ કરવાની સલાહ આપવામં આવી હતી. 

આ પણ વાંચો : મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી, 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા

આ બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તબીબે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. તબિયત વધુ લથડતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ અહી તેમને અચાનક ખેંચ આવી જતા તેઓ મૃત્યુ પામ્યા હતા. આ વાતની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. 

દુખની વાત એ છે કે, પુલકીત પટેલની પત્ની સાત માસથી ગર્ભવતી હતી. જેઓ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેથી પત્નીને પતિના મોતના સમાચારથી અજાણ રખાયા હતા. પત્નીને ખોટું કહીને પતિના મોતના ખબર આપવામાં આવ્યા હતા. કરમની કઠનાઈ તો જુઓ, શિક્ષક પિતા સંતાનનુ સુખ જુએ તે પહેલા જ મોતને ભેટ્યા હતા. પુલકીત પરિવારમાં એકના એક દીકરા હતા. એક બહેન, નિવૃત પિતા, શિક્ષિકા પત્ની સાથે રહેતા હતા.