ચોથી લહેર પહેલા સુરતમાં પાળ બાંધવાની તૈયારી, સ્કૂલ ખૂલતા પહેલા વાલીઓને આપી ખાસ સૂચના

Surat Corona Update : કોરોનાના કેસ વધતા સુરત મહાનગર પાલિકા એક્શનમાં..શરદી, ખાંસી અને તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા વાલીઓને સૂચના..તો બાકી રહેલા લોકોને વહેલી તકે રસી લેવા અપીલ
 

ચોથી લહેર પહેલા સુરતમાં પાળ બાંધવાની તૈયારી, સ્કૂલ ખૂલતા પહેલા વાલીઓને આપી ખાસ સૂચના

ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં ચોથી લહેર દસ્તક આપી રહી છે. ગુજરાતમાં પણ ધીમા પગલે કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે સુરત પાલિકાનુ તંત્ર એક્શનમાં આવી ગયુ છે. આવતીકાલથી સ્કૂલોનું વેકેશન પૂર્ણ થઈ ગયુ છે, અને શાળાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરત પાલિકાએ વાલીઓને સૂચના આપી દીધી છે કે, શરદી, ખાંસી અને તાવ હોય તો બાળકને સ્કૂલે ના મોકલવા. 

સુરત પાલિકાએ વાલીઓને સૂચના આપી કે, જો બાળકોને શરદી, ખાંસી અને તાવ હોય તો સ્કૂલ મોકલવા નહિ. કોરોનાના વધતા કેસ વચ્ચે સોમવારથી શાળાઓ શરૂ થઇ રહી છે. સાથે જ પ્રથમ, બીજો, પ્રિકોશન ડોઝ બાકી હોય તેમને વેક્સીન લેવા અપીલ કરી છે. તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો વાળા બાળકોને તાકીદે ક્વોરોઇન્ટાઇન કરીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવા અપીલ કરી છે. 

સુરત જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. કેસોની સંખ્યા બે આંકડામાં પહોંચી છે. દરેક ઝોનમાં રેપીડ રિસ્પોન્સ ટિમ ઉભી કરાઈ છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારાયું છે. ધન્વંતરી રથ અને રેપિડ ટેસ્ટ શરૂ કરાયા છે. કોરોના પોઝિટિવ કેસોમાં સતત મોનિટરીંગ શરૂ કરાયું છે. વેક્સીનના ડોઝ બાકી હોઈ તેવાને શોધી ડોઝ આપવામાં આવી રહ્યાં છે. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 

આ અંગે આરોગ્ય કમિશનર ડો. આશિષ નાયકે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું જેને લઈ મોટા ભાગના લોકો બહાર ફરવા ગયા છે. એવા લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને કોવિડના બંને ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે સાથે ટેસ્ટિંગ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 

તો બીજી તરફ, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 104 દિવસ પછી કોરોનાના 83 કેસ નોંધાયા છે. દર ત્રીજા દિવસે કોરોનાના કેસ બમણાં થઈ રહ્યા છે. 83 માંથી 50 કેસ શહેરના માત્ર 4 વોર્ડમાં નોંધાયા છે. 270 એક્ટિવ કેસની સામે 4 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. 

અમદાવાદમા શહેરમાં 4 વોર્ડમાં 50 કેસ
જોધપુર- 20 કેસ
નવરંગપુર-10 કેસ
થલતેજ- 10 કેસ
બોડકદેવ- 10 કેસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news