સુરતની શાળાએ કુરિયર કરી LC મોકલ્યું, વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ

 સુરતની એસ.ડી.જૈન સ્કુલની દાદાગીરી સામે આવી છે. સ્કુલ સંચાલકો દ્વારા એક સાથે બારથી વધુ વિધાર્થીઓને એકાએક કુરીયર મારફતે એલ.સી આપી દેવામા આવી હતી. 

સુરતની શાળાએ કુરિયર કરી LC મોકલ્યું, વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ

સુરત: છેલ્લા કેટલાક સમયથી સ્કુલ સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી વધારાને લઇને બબાલ ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતની એસ.ડી.જૈન સ્કુલની દાદાગીરી સામે આવી છે. સ્કુલ સંચાલકો દ્વારા એક સાથે બારથી વધુ વિધાર્થીઓને એકાએક કુરીયર મારફતે એલ.સી આપી દેવામા આવી હતી. બાળકોને એલ.સી આપી દેવામાં આવતાની સાથે જ વાલીઓનુ ટોળું ડીઇઓ કચેરી પર પહોંચ્યુ હતું. અને કચેરીની બહાર જ ધરણા પર બેસી ન્યાય અપાવવા માંગણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો તેમના બાળકોને સ્કુલમાં પરત લેવામા નહિ આવશે તો આગામી સમયમા તેઓ ઉગ્ર વિરોધ નોંધાવશે.

સુરતની એસ.ડી.જૈન શાળામાં વિદ્યાર્થીઓને એલ.સી આપવા મામલે રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા એકઠા થયા હતા. શાળા સંચાલકોએ કરેલી અરજીમાં વાલીઓનું વર્તન ખરાબ હોવાથી વિદ્યાર્થીઓને LC આપવામાં આવ્યું તેવો ઉલ્લેખ કરાયો હતો. 

મહત્વનું છે, કે એસ.ડી જૈન શાળામાં એકસાથે 11 બાળકોને LC આપવામાં આવતા વાલીઓએ રોષે ભરાઇ શાળા બહાર હોબાળો કરીને સ્કુલના કર્મચારી સાથે શાબ્દીક મારામારી અને ટપલી દાવ કરતા મામલો ઉગ્ર બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news