પંચમહાલ: મારી ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી, 2030 સુધી હું જ સાંસદ રહીશ

પંચમહાલના સાંસદ દ્વારા આગામી રાજકીય ભવિષ્ય વિષે આગાહી કરવામાં આવી છે અને આગાહી કરતા અતિ આત્મવિશ્વાસ વધુ લાગે એમ આગામી 3 ઈલેક્શન સુધી પોતે જ સાંસદ રહેવાના હોવાનું જણાવ્યું હતું અને તેમની ત્યાં સુધી ટિકિટ કાપવા વાળો હજુ સુધી જન્મ્યો નથી એમ આજે સાંસદ દ્વારા જણાવ્યું હતું.
પંચમહાલ: મારી ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી, 2030 સુધી હું જ સાંસદ રહીશ

પંચમહાલ: પંચમહાલના સાંસદ દ્વારા આગામી રાજકીય ભવિષ્ય વિષે આગાહી કરવામાં આવી છે અને આગાહી કરતા અતિ આત્મવિશ્વાસ વધુ લાગે એમ આગામી 3 ઈલેક્શન સુધી પોતે જ સાંસદ રહેવાના હોવાનું જણાવ્યું હતું અને તેમની ત્યાં સુધી ટિકિટ કાપવા વાળો હજુ સુધી જન્મ્યો નથી એમ આજે સાંસદ દ્વારા જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચૂંટણી દરમિયાન સંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ત્યારે આગામી 2019ની ચૂંટણીમાં તેઓની ચૂંટણી લડવાની તૈયારીઓ વિષે પૂછવામાં આવતા તેઓ આવેશ સાથે મોટી આગાહી કરી બેઠા હતા. હાલ 80ની આસપાસ પહોંચેલા પ્રભાત સિંહ આગામી 20 વર્ષ સુધી પોતે જ અહીંના સાંસદ રહેશે એમ જણાવ્યું હતું. 2019, 2025 અને 2030ની ચૂંટણી સુધી હું જ સાંસદ રહીશ અને મારી ટિકિટ કાપવાવાળો હજુ સુધી જન્મ્યો નથી એમ જણાવ્યું હતું.

જોકે એક રીતે જો ઉંમરનો બાધ ના નડે તો પ્રભાતસિંહ જિલ્લામાં સાંસદ તરીકે સારી લોકચાહના ધરાવે છે. ઓબીસીના પ્રભુત્વવાળા જિલ્લામાં પોતે ઓબીસી સમાજના એક માત્ર મોટા નેતા હોવાથી પ્રભાત સિંહ આવો આત્મવિશ્વાસ બતાવે છે. પરંતુ 80ના ઉંમરે પહોંચેલા પ્રભાતસિંહ આગામી 20 થી વધુ વર્ષ સુધી સાંસદ રહેવાની વાત ગળે ઉતરે એમ લાગતી નથી. 75થી વધુ ઉંમરે રાજકારણમાં રહેવાના ભાજપના નિયમમાં પણ પ્રભાત સિંહ ફિટ બેસતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news