શું તમે ગુજરાતના આ શહેરમાં રહો છો? લગાવો તમારા ધાબા પર સોલાર પ્લાન્ટ, જાણો કેટલી મળશે ગ્રાન્ટ?
શહેરને પૂરી પાડવામાં આવતી વિવિધ સેવા અને સર્વિસ માટે વપરાશમાં લેવાની વીજળી પાલિકા દ્વારા મહદઅંશે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 100 ટકા ગ્રાન્ટ મળશે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેર સોલાર સિટી તરીકે પણ પ્રચલિત થઇ રહ્યું છે. ખાનગી અને સરકારી મિલકતો ઉપર રૂફ ટોપ સોલાર પેનલની સંખ્યા ઝડપથી વધી રહી છે. શહેરને પૂરી પાડવામાં આવતી વિવિધ સેવા અને સર્વિસ માટે વપરાશમાં લેવાની વીજળી પાલિકા દ્વારા મહદઅંશે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 100 ટકા ગ્રાન્ટ મળશે. પાલિકાએ અત્યાર સુધીમાં 60 સ્થળે 7000 KWના પ્લાન્ટ સ્થાપિત કર્યા છે.
શહેરને 2010માં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા સોલાર સિટી જાહેર કરાયું હતું. 2012-13માં સાયન્સ સેન્ટર ખાતે 100 KW, 2013-14માં 14 સ્થળે 750 KW, 2014-15માં અન્ય 12 સ્થળે 540 KWનો, 2017-18માં 10 સ્થળે 3.6 KWનો, 2018-19માં 18 સ્થળે 1000 KWનો અને 2021-22માં 5 સ્થળે 1005 KW ક્ષમતાનો સોલાર પ્લાન્ટ મળીને કુલ 7 MW ક્ષમતાનાં સોલાર પાવર પ્લાન્ટ્સ જુદા જુદા 60 જેટલા સ્થળો ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. રિન્યૂએબલ એનર્જીના માધ્યમથી વીજળી જનરેટ કરવા પાલિકાની માલિકીની વધુ 28 મિલકતો રૂફ ટોપ સોલાર પેનલફિટ કરવા મંજૂરી માંગવામાં આવી છે.
શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના સત્તાવાર નિવાસ સ્થાન મેયર બંગલો સહિતની મિલકતો ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે. આ સાથે 2000 કિલો વોટ અર્થાત, 2 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરી બિનપરંપરાગત સ્ત્રોતમાંથી પાલિકા કુલ 53.5 મેગા વોટ વીજળી જનરેટ કરશે.
ભારત સરકારે સુરત શહેરને વર્ષ 2010માં સોલાર સિટી તરીકેની વિશેષ ઉપમા આપી છે. પાલિકા પણબિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાંથી વીજળીમેળવવા આ દિશામાં તબક્કાવાર આગળ વધી રહી છે. આગામી દિવસોમાં ઉધના મગદલ્લા રોડ સ્થિત મેયર બંગલો, વિવિધ વિસ્તારોમાં આવેલા 16 જેટલાહેલ્થ સેન્ટર. આઇટી મેક સેન્ટર, રાંદેર અને કતારગામ ઝોન ઓફિસ, અલગ અલગ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર સહિત કુલ 28 પાલિકાની મિલકતોને રૂફ ટોપ સોલાર પેનલથી સજ્જ કરવા મંજૂરી માંગવામાં આવી છે.
આ માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્થાયી સમિતિ સમક્ષરજૂ થયેલી દરખાસ્તમાં 2000 કિલો વોટ એટલે કે ૨ મેગા વોટ ક્ષમતાના રૂફ ટોપ સોલાર પેનલ ફિટ કરવામાં આવશે. સાથોસાથ દસ વર્ષના મેન્ટેનન્સ સાથે કામગીરી સોપવા મંજૂરી માંગવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે