સુરતઃ દિનદહાડે અપહરણની ઘટના, ચોકબજાર વિસ્તારમાં પરિણીતાનું થયું અપહરણ

પોલીસે આ ઘટનામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.   

Updated: Oct 11, 2018, 06:38 PM IST
 સુરતઃ દિનદહાડે અપહરણની ઘટના, ચોકબજાર વિસ્તારમાં પરિણીતાનું થયું અપહરણ

સુરતઃ શહેરમાં ધોળા દિવસે યુવતીના અપહરણની ઘટના બની છે. શહેરના ચોકબજાર વિસ્તારમાં કારમાં આવેલા અજાણ્યા શખ્સો યુવતીનું અપહરણ કરીને નાશી છુટ્યા હતા. 

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને યુવતીને મુક્ત કરાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. 

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર નોકરી પરથી પરત ફરતી મહિલાનું ડભોલી પાસે અપહરણ કરવામાં આવ્યું હતું. આ યુવતી તેની નણંદ સાથે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસે છ વ્યક્તિઓએ યુવતીને રોકીને તેનું અપહરણ કર્યું હતું. 

સીસીટીવીમાં જોતા ખ્યાલ આવે કે, કેટલાક શખ્સો કારમાંથી નીચે ઉતરીને યુવતીને ઉઠાવી લઈ જાય છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ જોતા અપહરણકર્તાઓ ભાગી ગયા હતા. 

જાણવા મળ્યું કે, યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ કારણે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.