#MeToo: અભિયાન યોગ્ય પરંતુ અકબરને પણ સ્પષ્ટતા કરવાની તક મળવી જોઇએ

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, આ મુદ્દે એમજે અકબર જ કોઇ અધિકૃત નિવેદન આપી શકે છે, કારણ કે હું ત્યાં હાજર નહોતી માટે આ અંગે નિવેદન આપવું યોગ્ય નથી

#MeToo: અભિયાન યોગ્ય પરંતુ અકબરને પણ સ્પષ્ટતા કરવાની તક મળવી જોઇએ

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુરૂવારે મીટૂ અભિયાન હેઠલ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર લાગેલા શારીરિક શોષણના આરોપો અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, આ મુદ્દે હાલ નિવેદન આપવું યોગ્ય નથી. હું સરાહનાં કરુ છું કે મીડિયા પોતાની મહિલા સહયોગીનું સમર્થન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે પણ મહિલા આ મીટૂ અભિયાનમાં બોલી રહી છે તેમને કોઇ પણ પ્રકારની શરમ કે પીડાવાની જરૂર નથી. 

મહિલાઓ સન્માન અને પોતાનાં સપનાઓને પુરા કરવા માટે કામ કરે છે: સ્મૃતિ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક તરફ પોતાનાં સપનાઓને પુરા કરવા માટે કામ કરે છે. જો તેમની સાથે કોઇ ખરાબ વર્તન થાય તો બિલ્કુલ સહન ન કરવું જોઇએ. સોશ્યલ મીડિયા પર જે પ્રકારે અલગ અલગ મહિલાઓએ અકબર અંગે પોતાની વાત કરી, તેમની વાતોને દબાવવાનો જરા પણ પ્રયાસ ન થવો જોઇએ. મને આશા છે કે આ તમામ મહિલાઓને ન્યાય મળશે. સ્મૃતિએ કહ્યું કે, જે પ્રકારે મહિલાઓ આ અંગે બોલી રહી છે, તેમની હિમ્મતની દાદ આપવી જોઇએ. 

— ANI (@ANI) October 11, 2018

અત્રે ઉલ્લે્ખનીય છે કે, મીટૂ #Mee too અભિયાન હેઠળ હાલમાં જ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબર પર પણ આરોપ લાગ્યા છે. તેમના પર આરોપ છે કે જ્યારે તેઓ સંપાદક હતા ત્યારે તેમણે અનેક મહિલાઓ પત્રકારોનું શારીરિક શોષણ કર્યું. આ અંગે ઘણા પત્રકારો સોશિયલ મીડિયાની મદદ લેતા અકબર પર જાહેર આરોપ લગાવી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news