વિદ્યાર્થીનીની છેડતી પર સ્કૂલે કર્યું મોટું કામ, રોમિયોને પકડીને શીખવાડ્યો સબક
હવે સમય આવી ગયો છે કે, દીકરીઓ પર નજર બગાડનારાને સબક શીખવાડવામાં આવે. સ્કૂલની આસપાસ આવા અનેક રોમિયો આંટાફેરા મારતા હોય છે. જેમને રોકવાની પહેલી ફરજ શાળાની હોય છે. ત્યારે સુરતની એક શાળાએ એક રોમિયોને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્ય હતો. સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીનીની છેડતી કરનારા બદમાશને પકડીને જેલ હવાલે કર્યો છે.
Trending Photos
Surat News : હવે સમય આવી ગયો છે કે, દીકરીઓ પર નજર બગાડનારાને સબક શીખવાડવામાં આવે. સ્કૂલની આસપાસ આવા અનેક રોમિયો આંટાફેરા મારતા હોય છે. જેમને રોકવાની પહેલી ફરજ શાળાની હોય છે. ત્યારે સુરતની એક શાળાએ એક રોમિયોને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્ય હતો. સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીનીની છેડતી કરનારા બદમાશને પકડીને જેલ હવાલે કર્યો છે.
સુરતના વરાછામાં વિદ્યાર્થીની છેડતીનો કિસ્સો બન્યો હતો. પરંતુ સ્કૂલના સ્ટાફે સજાગતા દાખવીને રોમિયોને બરાબરનો સબક શીખવ્યો. છાત્રાનો પીછો કરી બદમાશે રસ્તામાં છેડતી કરતા વિદ્યાર્થીની દ્વારા સ્કૂલની શિક્ષિકાને આ બાબતે જાણ કરી હતી. જેથી સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી
વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 26 વર્ષીય યુવક ચિરાગ ધીરૂ ખુંટ (રહે, ગ્રીન પાર્ક સોસા, કાપોદ્રા, મૂળ, મોણપર, ભાવનગર) ની સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી હીરાની મજૂરી કરે છે અને અપરિણીત છે.
ઉલ્લેખનીય છે કે, જો દરેક શાળા આ પ્રકારની હિંમત દાખવે તો વિદ્યાર્થીનીઓની પણ સલામતી બની રહેશે. સાથે જ શાળાની આસપાસ ફરતા આવા લુખ્ખા તત્વો આસપાસ ફરકવાની હિંમત પણ નહિ કરે. સાથે જ વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવા ડર પણ નહિ અનુભવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે