મિત્રની ગાડી લઈને નીકળેલા નબીરાઓએ થાર કાર નીચે દંપતીને કચડ્યા, લાયસન્સ વગર કાર ચલાવી અકસ્માત સર્જ્યો

Surat Thar Accident Like Tathya Patel : સુરતના કામરેજમાં નબીરાએ બેફામ થાર ચલાવી દંપનીને મારી ટક્કર... થારે ટક્કર મારતા દંપતીને પહોંચી ગંભીર ઈજા.... અકસ્માત બાદ 5માંથી 3 નબીરાઓ થયા ફરાર... 2 નબીરાને ઝડપીને સ્થાનિકોએ પોલીસને સોંપ્યા... નબીરાઓ પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ નહીં હોવાનો ખુલાસો 

મિત્રની ગાડી લઈને નીકળેલા નબીરાઓએ થાર કાર નીચે દંપતીને કચડ્યા, લાયસન્સ વગર કાર ચલાવી અકસ્માત સર્જ્યો

Surat Accident સંદીપ વસાવા/સુરત : સુરતના કામરેજ નજીક પાસોદરા પાટિયા પાસે મોડી રાત્રે લક્ઝુરિયસ કાર ચાલકે બાઇક પર સવાર દંપતીને અડફેટે લીધા હતા. થાર ગાડીમાં સવાર 5 યુવકોએ બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. હાલ દંપતી સુરત પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ, કારમાં સવાર 5 પેકી 3 યુવકો અકસ્માત સર્જીને ભાગી ગયા હતા અને 2 યુવકોને સ્થાનિકોએ પોલીસ જેલ હવાલે કર્યાં છે. હાલ મયુર મુકેશ સોલંકી અને કેવિન જયંતિ રાદડિયાને સ્થાનિકોએ પોલીસ હવાલે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહિ હોવાનું જાણવા મળ્યું છે. થાર કોઈ મિત્ર પાસે ચલાવવા માટે લાવ્યા હતા. થાર કાર કોણ ચલાવી રહ્યું હતું, કોણ કોણ અન્ય મિત્રો કારમાં સવાર હતા તમામ બાબતે કામરેજ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લામાં અમદાવાદના તથ્યકાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કામરેજમાં રફ્તારનો કહેર સામે આવ્યો છે. બેફામ બનેલા થાર ચાલકે બાઈક ચાલક દંપતીને ઉડાવ્યા હતા. બન્યું એમ હતું કે, સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલ રાત્રે રફતારનો કહેર સામે આવ્યો છે. કામરેજના પાસોદરા પાટિયા પાસે બાઈક પસાર થઇ રહેલા રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને તેમના પત્ની હંસાબેન સોંડાગરને પાછળ પુર ઝડપે આવી રહેલ થાર ચાલકે ઉડાવી દીધા હતા. 

 

બુધવારે લગભગ રાત્રે ૧૧:૩૦ કલાકે અકસ્માતની ઘટના સામે આવી હતી. ઘટનાને લઈ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્ત દંપતીને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ થારમાં સવાર ચાર યુવકો પૈકી બેને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે યુવકો ભાગી છૂટ્યા હતા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 8, 2024

 

પોલીસ તપાસમાં ઝડપાયેલા યુવકો મયુર મુકેશ સોલંકી, તેમજ કેવિન જેન્તી રાદડિયા હોવાનું સામે આવ્યું છે. બંને યુવકોની ઉમર માત્ર 19 વર્ષની છે. બંને યુવકો પૈકી કેવિન રાદડિયા કાર ચલાવી રહ્યો હતો. અને બમ્પર નજીક આબતા બ્રેક મારવાની જગ્યાએ એક્સલેરેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી. 

પોલીસ તપાસમાં કાર ચાલક યુવક પાસે લાઇસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં યુવકો પોતાનો મિત્ર પાસે કાર માંગી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, તે દરમ્યાન અકસ્માતની ઘટના બની હતી. હાલ સારવાર લઈ રહેલ દંપતી પૈકી મહિલાની હાલત નાજુક હોવાનું કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું.

હાલ તો સારવાર લઈ રહેલ દંપતી પૈકી મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું હતું. ત્યારે કામરેજ પોલીએ દ્વારા યુવકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનો કબ્જો મેળવી પોલીસ ઝીણવટ ભરી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news