સુરતના યુવકની અનોખી લગ્ન કંકોત્રી, ભગવાનના ફોટોને બદલે સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો મૂકી

Unique Wedding Invitation : આજકાલ યુનિક લગ્ન કંકોત્રી છાપવાના ક્રેઝ છે ત્યારે સુરતના યુવકે પોતાની કંકોત્રીમાં સ્વતંત્રતા સેનાનીઓની તસવીર છપાવી

સુરતના યુવકની અનોખી લગ્ન કંકોત્રી, ભગવાનના ફોટોને બદલે સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો મૂકી

Unique Wedding Invitation તેજશ મોદી/સુરત : દરેક યુવતી અને યુવકનું એક સપનું હોય છે કે તેમના લગ્ન યાદગાર બની રહે, આ માટે તેઓ કરોડો રૂપિયાનો ખર્ચ કરતાં હોય છે. અને તેમાં પણ લગ્નનું આમંત્રણ આપતી કંકોત્રી પાછળ પણ લોકો લાખો રૂપિયા ખેંચે છે, આમ તો સામાન્ય રીતે લગ્નની કંકોત્રીમાં આપણને ભગવાન અને કુળદેવી-દેવતાના ફોટા જોવા મળતા હોય છે. આ સાથે જ અવનવી ડિઝાઇનની કંકોત્રી બનાવતા હોય છે. પરંતુ સુરતના એક યુવાનના લગ્નની કંકોત્રીમાં પોતાનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કયી છે. 

સુરતા યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં સરદાર પટેલ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝના ફોટા મૂક્યા છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે અનેમાં તેવા સમયે જ તેના લગ્ન થઈ રહ્યા હોવાથી આઝાદીના લડવૈયાના બલિદાનને યાદ કરીને શ્રધ્ધાંજલિ આપી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો છે. આજના યુવાનો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ખૂબ જ અવનવી ડિઝાઇનમાં કંકોત્રીઓ છપાવતા હોય છે, પણ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરતનો એક યુવાન પોતાના લગ્નપ્રસંગને પણ આઝાદીના રંગે રંગી રહ્યો છે. પોતાના પ્રસંગને યાદગાર બનાવવા અને દેશભક્તિ માટે કંકોત્રીમાં ભગવાનના ફોટા નહિ, પરંતુ સ્વતંત્ર સેનાનીઓના ફોટા મૂક્યા છે. 

સુરતના યુવક કરણ ચાવડાએ આ વિશે કહ્યું કે, મારા લગ્ન થવાના છે, જેથી સ્વાભાવિક પણે કંકોત્રી છપાવવી પડતી હોય છે, સામાન્ય રીતે લોકો કંકોત્રીમાં ભગવાનના ફોટા મુકાવતા હોય છે, પરંતુ કરણનું માનવું છે કે આ લડવૈયાઓને લીધે આઝાદી મળી છે. ખરેખર સાક્ષાત ભગવાન તો સરદાર પટેલ, ભગતસિંહ, સુભાસ ચંદ્રજી અને અન્ય નેતાઓ છે. તેઓ ના કારણે જ આપણા દેશવાસીઓ સ્વતંત્રપણે ભોજન કરી રહ્યા છીએ. આજે આપણા દેશમાં દરેક સ્વતંત્ર સેનાનીઓ ને સમાજ પ્રમાણે વેહેંચવામાં આવી રહ્યા છે. મારી કંકોત્ર એક હજાર લોકો સુધી પહોંચશે તો સ્વતંત્ર સેનાનીઓને લોકો જાણતા થશે. આજે મોટાભાગના લોકો આપણે આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ તે જાણતા જ નથી. તેથી આ લોકોમાં પણ મારી કંકોત્રી મારફત જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે. 

કરણ ચાવડા કહે છે કે, મેં આ વિચાર મારા ઘરમાં મૂક્યો ત્યારે થોડા દિવસ અડચણ આવી. કારણ કે શુભપ્રસંગે માતાજી અને ભગવાનનો ફોટો મુકવાનું આપણા ધર્મમાં મહત્વ છે. પણ બાદમાં પરિવાર માની ગયો હતો અને સાસરા પક્ષ તરફથી પણ કોઈ તકલીફ પડી નથી. 

મહત્વનું છે કે આજકાલ પ્રિ-વેડીંગમાં યુવાનો લાખો ખર્ચ કરે છે, ત્યારે આ ખર્ચની રકમમાંથી કરણ ચાવડાએ ધરમપુર અને ડાંગ વિસ્તારના આદિવાસી બાળકોને ભોજન કરાવવાની ઈચ્છા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news