શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજીનું કોરોનાના લીધે નિધન, અનુયાયીઓમાં શોકની લાગણી

સ્વામીજીના નિધનથી 10 લાખ અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગોતા મુક્તિધામ ખાતે કોરોના પ્રોટોકોલ હેઠળ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વામી અધ્યાત્મનંદજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. 

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજીનું કોરોનાના લીધે નિધન, અનુયાયીઓમાં શોકની લાગણી

અમિત રાજપૂત, અમદાવાદ: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ 13મી એપ્રિલ, 2021થી એસજીવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા. એ પહેલાં એક દિવસ શેલ્બીમાં હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું.

સ્વામીજીના નિધનથી 10 લાખ અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગોતા મુક્તિધામ ખાતે કોરોના પ્રોટોકોલ હેઠળ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્વામી અધ્યાત્મનંદજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. 

સ્વામી દેશ-વિદેશમાં તેમના સેવાકાર્યોના લીધે જાણિતા હતા. ગુજરાત વિશેષ કરીને અમદાવાદમાં યોગનો પ્રસાર કરવામાં તેમનું મોટું પ્રદાન હતું. આમ તો સમગ્ર વિશ્વમાં તેઓ યોગ પ્રસાર અને અધ્યાત્મ માટે જતા. તેમના હાથ નીચે અને હૃદય સાથે સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે. 

લોકડાઉનમાં વિખ્યાત તસવીરકાર હર્ષેન્દ્રુ ઓઝા સાથે મળીને તેમણે સોથી પણ વધુ દિવસો સુધી વિશેષ કાર્યક્રમો રજૂ કરીને લોકોમાં કોરોનાથી ઊભા થયેલા તણાવને હળવો કર્યો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. 
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેઓ નીવડેલા કથાકાર પણ હતા. 

PM મોદીએ કર્યું ટ્વીટ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગગુરૂ સ્વામી આધ્યાત્મનંદજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આધ્યાત્મિકતા જેવા ગહન વિષયની તેમની સરળ શૈલીમાં તેમણે આપેલી સમજૂતીને યાદ કરી હતી.પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું હતું કે યોગશિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી હતી.

— Narendra Modi (@narendramodi) May 8, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news