Money Astro Tips: માલામાલ કરી શકે છે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય, બસ કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન

Maa Lakshmi Remedies: જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે. શાસ્ત્રોમાં એક રૂપિયાના સિક્કા વિશે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિ રાતોરાત ધનવાન બની શકે છે.

Money Astro Tips: માલામાલ કરી શકે છે 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય, બસ કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન

નવી દિલ્હીઃ One Rupee Totke: ઘણીવાર ખુબ મહેનત કરવા છતાં, વ્યક્તિને તેની મહેનતનું ફળ મળતું નથી. ભાગ્યનો સાથ ન મળવાને કારણે વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી, જેનો તે હકદાર છે. પોતાના ભાગ્યનો તારો ચમકાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી કેટલાક ઉપાય સરળ છે. તે વ્યક્તિની આર્થિક મુશ્કેલી દૂર કરશે, સાથે પૈસા સાથે જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન કાઢવામાં મદદ કરશે. 

જ્યોતિષ શાસ્ત્રમાં 1 રૂપિયાના સિક્કા વિશે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ અચૂક અને ચમત્કારી ઉપાયો કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી તો છુટકારો મળે છે. સાથે તમારા ભાગ્યનો તારો પણ ચમકવા લાગે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે..

કરિયરમાં સફળતા માટે
જો આકરી મહેનત કર્યા બાદ પણ તમને કરિયરમાં સફળતા મળી રહી નથી તો તમે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરી શકો છો. તમે એક રૂપિયાના સિક્કાની સાથે મોરપીંછને પોતાની સાથે રાખો. તેનાથી તમને કરિયરમાં સફળતા મળશે. 

આર્થિક સ્થિતિ થશે મજબૂત
જો તમારે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવી હોય તો આજે એક રૂપિયાના સિક્કા સાથે લક્ષ્મી જીની પૂજા કરો. આ ઉપાય કરવા માટે તમે એક માટીનો દીવો લો. તેમાં સરસવનું તેલ ભરો અને તેને પ્રગટાવો. ધ્યાનમાં રહે કે આ વિધિ દરમિયાન તમારા હાથમાં એક રૂપિયાનો સિક્કો હોવો જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તેની કૃપા તમારા પર બની રહેશે. 

ઘરની મુશ્કેલી કરો દૂર
ઘરમાં મુશ્કેલી આવી રહી છે અને અનેક ઉપાય કરવા છતાં દૂર થઈ રહી નથી. તો એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો લઈને મંદિરમાં જાવ અને ભગવાનને પ્રાપ્થના કરો. પછી મંદિરના એક ખુણામાં ચુપચાપ સિક્કો અને ચોખા રાખી દો. તેનાથી તમારી પરેશાની દૂર થશે. 

રોગોથી મળશે મુક્તિ
લાંબી બિમારીથી છુટકારો મેળવવા માટે તમારા માથા પર એક રૂપિયાનો સિક્કો અને મુકી રાખો. બીજા દિવસે તે પૈસા અને મોલી શિવ મંદિરમાં અર્પણ કરો. આ તમને લાંબી બીમારીમાંથી મુક્તિ આપશે.

શનિના પ્રકોપથી બચાવશે
શનિદેવના પ્રકોપથી બચવા માટે તમે એક રૂપિયાના સિક્કા સાથે અળદની દાળ લો અને તેને તમારી ઉપરથી સાત વખત ફેરવો અને નદીમાં પધારાવી દો. તેનાથી તમારા પર શનિદેવનો પ્રકોપ નહીં રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news